સાચી પડી હવામાન વિભાગની આગાહી,રાજ્યમાં સવારથી જામ્યો વરસાદી માહોલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 12:48:54

નવરાત્રીના શરૂઆતના નોરતાઓ દરમિયાન હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ વરસ્યો હતો. ત્યારે ફરી એક વખત રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. જેને લઈ દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નવસારી, ડાંગ સહિતના વિસ્તારોમાં મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. અમદાવાદના અનેક વિસ્તારોમાં પણ મેઘરાજાની પધરામણી થઈ હતી.    

સવારથી જોવા મળી મેઘસવારી

વરસાદી માહોલ જામતા વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદ થવાને કારણે ઠંડક પ્રસરી હતી. બનાસકાંઠાના જગાણા, લાલાવાડા ગામોમાં વરસાદ થતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. મગફળીનો પાક નિષ્ફળ જવાની ભીતી ખેડૂતો સેવી રહ્યા છે. બનાસકાંઠા ઉપરાંત સાબરકાંઠામાં પણ વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. વાદળછાયા વાતાવરણ હોવાને કારણે વરસાદના છાંટા પણ વરસ્યા હતા. 

Gujarat Under Red Warning for Sunday; After Record August Rains, Subdued  Monsoon Forecast Next Week | The Weather Channel

 ફરી એક વખત વરસાદ કરશે પધરામણી  

હવામાન વિભાગે 8થી 11 ઓક્ટોબર વરસાદના ઝાપટા પડવાની આગાહી કરી છે. 8 ઓક્ટોબરે ગીર સોમનાથ, પંચમહાલ, નર્મદા, તાપી, ભાવનગર, ડાંગમાં વરસાદની આગાહી કરી છે. ઉપરાંત 9 ઓક્ટોબરના  રોજ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 9મી તારીખે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાદરા નગર હવેલીમાં વરસાદ વરસી શકે છે. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે