પોતાના પડતર પ્રશ્નો સાથે વનકર્મચારી સરકાર વિરૂદ્ધ કરી રહ્યા છે આંદોલન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-19 11:50:10

ગુજરાતમાં એક બાદ એક આંદોલનો ચાલી રહ્યા છે. શિક્ષકો, માજી સૈનિક, આરોગ્યકર્મી સહિત અનેક સરકારી કર્મચારીઓ સરકાર વિરૂદ્ધ અવાજ ઉપાડી રહ્યા છે. તો હવે વન રક્ષકો પણ મેદાનમાં ઉતરી પોતાની માગ સરકાર સમક્ષ મૂકી રહ્યા છે. ગાંધીનગર ખાતે પહોંચી મોટી સંખ્યામાં વન રક્ષકોએ ઉપસ્થિત રહી વિરોધ નોંધાવ્યો છે. વન રક્ષક અને વનપાલો રજા પગાર અને ગ્રેડપે વધારા સહિતની અનેક માગ સાથે સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરી રહ્યા છે. 

સરકાર સામે વધુ એક પડકાર

એક તરફ વિધાનસભા ચૂંટણીની તારીખો ગમે ત્યારે બહાર પડી શકે છે તો બીજી તરફ એક બાદ એક આંદોલનનો ગાંધીનગર ચાલી રહ્યા છે. પોતાની પડતર માગણીઓને લઈ સ્વાસ્થય કર્મી, નિવૃત્ત આર્મી જવાનો, શિક્ષકો તેમજ એસ.ટી વિભાગના કર્મચારીઓ આંદાલન કરી રહ્યા છે ત્યારે હવે વન કર્મચારીઓ આંદોલનના મેદાનમાં ઉતરી ગયા છે જેના કારણે સરકારની ચિંતામાં વધારો થયો છે.


પ્રતિદિન વધતા આંદોલનો

આંદોલનો શાંત કરવા તેમજ આંદોલનકારીઓ સાથે વાતચીત કરવા સરકારે 5 સભ્યોની કમિટી બનાવી હતી. પરંતુ તેમના તમામ પ્રયાસો પણ નિષ્ફળ જઈ રહ્યા હોય તેવું લાગે છે. પહેલેથી આંદોલન કરી રહેલા કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ આવી નથી રહ્યું તો બીજી તરફ પોતાની માગ સાથે અન્ય લોકો પણ સરકાર વિરૂદ્ધ ઉતરી રહ્યા છે. ત્યારે આ આંદોલનો ક્યારે ખતમ થશે તે તો ભગવાન જાણે કાંતો સરકાર જાણે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે