માગશર સુદ બીજનો મહિમા, વલ્લભ ભટ્ટનું રુપ લઈ મા બહુચરે રાખી ભટ્ટજીની લાજ, ભર શિયાળે નાતને જમાડી રસ-રોટલી


  • Published By :
  • Published Date : 2023-12-14 17:27:07

ગીતાજીમાં માગશર મહિનાનો મહિમા બતાવવામાં આવ્યો છે. અર્જૂનને ઉપદેશ્ય આપતા ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું કે મહિનાઓમાં હું માગશર છું. માગશર મહિનાની બીજને બહુચર માતાનો પ્રાગ્ટ્ય દિવસ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભક્ત કવિ વલ્લભ ભટ્ટ માટે માતાજી પ્રગટ થયા હતા. એવું માનવામાં આવે છે વલ્લભભટ્ટની કસોટી કરવા અનેક જ્ઞાતિબંધુએ આખી નાતને શિયાળામાં રસ ખવડાવવાની માગ કરી હતી. ત્યારે વલ્લભ ભટ્ટે માતા બહુચરની આરાધના કરી હતી અને બહુચર માતાએ વલ્લભ ભટ્ટનું રૂપ લઈ નાતને ભર શિયાળે રસ રોટલી પીરસી હતી.

Motivational Story Of Mahabharata, Lord Krishna And Arjun In Mahabharata,  Janmashtami 2022 | શ્રીકૃષ્ણએ અર્જુનને સમજાવ્યો- અહંકારથી દૂર રહેવું જોઇએ,  ક્યારેય પોતાના દુશ્મનને નબળો ...


ભક્તની લાજ રાખવા માતાજીએ લીધું રૂપ!

એવું માનવામાં આવે છે જો તમે સાચા દિલથી ભગવાનને માનો છો તો ભગવાન તમારૂ ક્યારેય નીચે નથી પડવા દેતા. ભગવાન તમારી લાજ રાખી દે છે. આપણી સામે એવા અનેક ઉદાહરણો છે જેમાં ભગવાને ભક્તની લાજ રાખી છે. તેમાં સૌથી પ્રખ્યાત છે માતા બહુચરની કહાની. વલ્લભ ભટ્ટની લાજ રાખવા માટે માતાજીએ દેવી બહુચરે તેમનું રૂપ ધારણ કર્યું હતું. ભર શિયાળે વલ્લભ ભટ્ટની જ્ઞાતિના લોકોએ કેરીનો રસ ખાવાની માગ કરી. લોકોએ વલ્લભ ભટ્ટની મજાક ઉડાવા આવી માગ કરી હતી. 

જાણો બાળા બહુચર માતાની પ્રાગટ્ય ગાથા...


ભર શિયાળે નાતને પીરસ્યો હતો કેરીનો રસ!

સમાજના લોકોની આવી માગણી સાંભળતા વલ્લભ ભટ્ટ ચિંતામાં મૂકાઈ ગયા કે ભર શિયાળે કેરીનો રસ ક્યાંથી લાવવો. બધાને પોતાના ઘર પાસે બેસાડી તેઓ નવાપુરા પહોંચ્યા હતા. તે સમયે વલ્લભ ભટ્ટની લાજ રાખવા માતાજીએ સ્વયં વલ્લભ ભટ્ટનું રૂપ ધારણ કર્યું હતું અને આખી મેવાડા બ્રાહ્મણની નાતને ભર શિયાળે રસ રોટલી જમાડી હતી. ત્યારથી માગશર સુદ બીજના દિવસે બહુચર માતાજીના મંદિરોમાં રસ રોટલીનો જમણવાર રાખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે માતાજી બહુચરનો પ્રાગટ્ય થયો હતો.    

અહીં જ થઈ હતી આનંદના ગરબાની રચના ! જાણો માગશર સુદ બીજના 'રસ-રોટલી' પ્રસાદનો  મહિમા - Gujarati News | Anand No Garbo was formed here Know the glory of Ras  Rotli Prasad

બહુચર બાવનીમાં મળે છે આનો ઉલ્લેખ 

આ સમગ્ર ઘટનાનો ઉલ્લેખ આપણને બહુચર બાવનીમાં મળે છે. વલ્લભ ભટ્ટ દ્વારા રચાયેલી બાવનીમાં ઉલ્લેખ છે કે સત્તરસો બત્રીસની સાલ, માગશર સુદ બીજને સોમવાર, બહુચરમાના નામે કરી, નોંતરા સૌને કીધાં ફરી, રસ રોટલીની માગી નાત, સ્વીકારી ભટ્ટજીએ વાત. ભક્તની લાજ રાખવા માતાજીએ વલ્લભ ભટ્ટનું અને નારસંગા વીર મહારાજનું રૂપ ધારણ કરી ભર શિયાળે બ્રાહ્મણની નાતને રસ-રોટલી જમાડી ભક્તની લાજ રાખી.



નોંધ - અહીંયા આપેલી માહિતી માન્યતાઓ પર આધારીત છે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી