ગોંડલના રાજકુમાર જાટ કેસના પડઘા રાજસ્થાનની રાજધાની સુધી પડ્યા, જયરાજસિંહ સામે સામે થશે વિરોધ!


  • Published By : Payal rathod
  • Published Date : 2025-03-31 13:17:45

રાજકુમાર જાટના મૃત્યોનો કેસ હવે દિવસે ને દિવસે વધારે ચર્ચામાં આવે છે અને સાથે જ એના પડઘા ગુજરાત સિવાય બીજા રાજ્યોમાં પણ પડી રહ્યા છે જાટ સમાજમાં ભારે રોષ છે અને હવે બે દિવસમાં આ વિરોધ ઉગ્ર બને તેવું લાગી રહ્યું છે. 


જયરાજસિંહ જાડેજા સામે રાજસ્થાનમાં વિરોધ


ગોંડલમાં એક યુવક જે UPSCની તૈયારીઓ કરતો હતો અચાનકથી તે ગાયબ થાય છે બાદમાં પિતા ગણેશ ગોંડલ અને જયરાજસિંહ પર આક્ષેપ કરે છે અને બાદમાં એ છોકરાનો મૃતદેહ મળે છે અને જાહેર કરવામાં આવે છે કે એનું મૃત્યુ અકસ્માતમાં થયું છે પરિવારને વિશ્વસ નથી થતો અને પરિવાર અને સમાજ cbiની માંગ કરે છે અને મુદ્દો સંસદમાં ગુંજે છે હવેશું થવાનું છે તો  રાજકુમારને ન્યાય અપાવવા માટેનું આંદોલન રસ્તાથી ગૃહ સુધી ચાલુ રહેશે તેવું  એડવોકેટ જયંત મુંડે કહ્યું છે તેમને એલાન કર્યું છે કે  31 માર્ચે X પર #JusticeForRajkumar ટ્રેન્ડ કરીશું અને 1 એપ્રિલે રાજધાની જયપુરમાં આક્રોશ રેલી પણ કાઢીશું સાથે જ તેમને કહ્યું કે "UPSC વિદ્યાર્થી રાજકુમાર જાટ કેસમાં 27 દિવસ સુધી ઝીરો FIR ન નોંધવી એ ગુજરાત જેવા રાજ્યમાં સ્પષ્ટપણે લોકશાહીની હત્યા છે. આના વિરોધમાં 1 એપ્રિલ, 2025ના રોજ જયપુરના શહીદ સ્મારક ખાતે એક રોષ સભા યોજાશે અને રાજ્ય સરકાર દ્વારા ગૃહમંત્રી અમિત શાહને એક આવેદનપત્ર સુપરત કરવામાં આવશે."


પ્રધાનમંત્રીને પત્ર.. 


અત્યાર સુધીમાં 25 ધારાસભ્યો અને 4 લોકસભા સાંસદોએ વડાપ્રધાન અને ગૃહમંત્રીને પત્રો લખીને આ મામલે પોતાની માંગણીઓ રજૂ કરી છે. કેન્દ્રીય રાજ્યમંત્રી ભગીરથ ચૌધરીએ પણ આ માંગણી કરી છે. રાજસ્થાન વિધાનસભામાં, કિશનગઢના ધારાસભ્ય વિકાસ ચૌધરીએ CBI તપાસની માંગ કરી હતી, જ્યારે લોકસભામાં, હનુમાન બેનીવાલ અને ઉમ્મેદરામ બેનીવાલે ટેબલ પર પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. રાજસ્થાનના કેબિનેટ મંત્રી કન્હૈયા લાલે પણ આ મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે.





ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે