જ્ઞાનસહાયકોની ભરતી અંગે સરકારે કરી જાહેરાત, જો જ્ઞાનસહાયકની ભરતી કરાશે તો કાયમી શિક્ષકોની ભરતીનું શું?


  • Published By :
  • Published Date : 2024-07-25 17:39:36

જ્ઞાન સહાયક જે માટે વિદ્યાર્થીઓ આટલું લડ્યા ગાંધીનગરના રસ્તાઓ પર ઢસડાયા અને અંતે સરકારે ભરતી તો બહાર પડી પણ હવે એ લટકતી તલવાર જેવી સ્થિતી છે કારણ કે હવે સરકારે જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત કરી છે એટલે હવે કાયમી શિક્ષકોની ભરતીનું શું? કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું....

આ તારીખો દરમિયાન ભરી શકાશે ઉમેદવારી ફોર્મ!

ગુજરાત સરકાર દ્વારા અત્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત કરવામાં આવી છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે 27 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકશે. ત્યારબાદ મેરીટના આધારે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતી કરાશે ઓનલાઈન અરજી બાદ મેરિટના આધારે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં નિમણૂક કરવામાં આવે છે.  ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરવામાં આવે તો 05/08/2024 ને સોમવાર છે.   


જો જ્ઞાનસહાયકની ભરતી થશે તો...

એટલે ફરી અંતે વાત તો ત્યાંની ત્યાં જ આવી કે સરકાર કાયમી ભરતી ક્યારે કરશે? જો જ્ઞાન સહાયકોની સરકાર ભરતી કરશે તો કાયમી શિક્ષકોની ભરતી ક્યાં કરશે? હવે આગળ સરકાર શું કરે છે તેની પર આધાર રહ્યો છે.. સવાલો અનેક છે પરંતુ બાળકોના ભવિષ્ય સાથે ચેડા ના થાય તેની પર ધ્યાન આપવું પડશે.. 



વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે

"પેલેટ ગનથી ઘાયલ થયેલા લોકોનો દિલ્હી સરકાર ઈલાજ કરાવે." આ શબ્દો છે સુપ્રીમ કોર્ટના. આજે CJI સૂર્યકાન્ત , ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી મોહનાની બેન્ચ દ્વારા ૨૦મી જુલાઈના રોજ પ્રદર્શનકારીઓ પર જે લાઠીચાર્જ થયો તેની પર સુનાવણી હાથ ધરાઈ છે. ૨૦મી જુલાઈના રોજ જયારે પ્રદર્શનકારીઓ દ્વારા સંસદ કૂચ કરવામાં આવી ત્યારે સુરક્ષાદળો દ્વારા ખુબ મોટાપાયે પેલેટગનનો હુમલો કરાયો છે જેમાં , ઘણા પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.

એક મહિનામાં સિંહના હુમલા અને શંકાસ્પદ હુમલામાં ઓછામાં ઓછા સાત લોકોનાં મોત! અમરેલીથી લઈને ગિરનાર સુધી માનવ–સિંહ સંઘર્ષ કેમ વધી રહ્યો છે? સિંહ બદલાયો છે કે તેની આસપાસની ઇકોલોજી અને માનવીય પ્રવૃત્તિઓ બદલાઈ છે? વાંચો Jamawatનો વિશેષ અહેવાલ.

ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.