Gyan sahayak મુદ્દે સરકાર મક્કમ! અરજી કંફર્મેશન માટે સરકારે વધાર્યો સમય, જાણો કઈ તારીખ સુધી વધારાઈ મુદ્દત?


  • Published By :
  • Published Date : 2023-10-10 13:18:31

ગુજરાતમાં ભાવિ શિક્ષકો છેલ્લા ઘણા સમયથી આંદોલનો કરી રહ્યા છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે. જ્ઞાન સહાયકને રદ્દ કરવામાં આવે તે માટે અલગ અલગ રીતે પોતાની વાત સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ટેટ-ટાટ પાસ ઉમેદવારોને રાજકીય પાર્ટીઓનું સમર્થન પણ મળી રહ્યું છે. થોડા દિવસ પહેલા કોંગ્રેસ શિક્ષણ બચાવ ધરણા કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં જ્ઞાનસહાયકનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ બધા વચ્ચે સરકારે ડેડલાઈનમાં વધારો કર્યો છે. ઉમેદવારોને અરજી કન્ફર્મેશન માટે વધુ સમય અપાયો હોવાનું સામે આવ્યું છે. હવે 12 ઓક્ટોબર રાત્રે 12 વાગ્યા સુધી ઉમેદવારો કન્ફર્મેશન આપી શક્શે. 


12 ઓક્ટોબર સુધી ઉમેદવારો આપી શક્શે કન્ફર્મેશન 

કાયમી ભરતીની માગ સાથે ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. જ્ઞાન સહાયક યોજના રદ્દ કરવામાં આવે તેવી તેમની માગ છે. અનેક વખત અને અલગ અલગ રીતે પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમના દ્વારા કરવામાં આવતા પ્રયાસ નિષ્ફળ નીવડ્યા છે. ઉમેદવારોને એવું લાગી રહ્યું હતું કે વધતા વિરોધને જોતા સરકાર કદાચ જ્ઞાનસહાયક યોજનાને રદ્દ કરી દેશે પરંતુ સરકાર પોતાની વાત પર મક્કમ હોય તેવું લાગી રહ્યું છે. જ્ઞાન સહાયક ભરતીના ઉમેદવારોના વિરોધ વચ્ચે હવે સરકાર પણ મક્કમ બની છે. જેને લઈ હવે ઉમેદવારોને અરજી કન્ફર્મેશન માટે વધુ સમય અપાયો હોવાનું સામે આવ્યું છે. હવે 12 ઓક્ટોબર રાત્રે 12 વાગ્યા સુધી કન્ફર્મેશન આપી શક્શે. 


રાજકીય પાર્ટીઓ આવી છે ઉમેદવારોના સમર્થનમાં 

મહત્વનું છે કે થોડા સમય પહેલા કોંગ્રેસે શિક્ષણ બચાવ ધરણા કર્યા હતા. જ્ઞાનસહાયકનો વિરોધ કરવા કોંગ્રેસના નેતા તેમજ આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ ઉમેદવારોની વ્હારે આવ્યા હતા. મોટી સંખ્યામાં ઉમેદવારો પણ ત્યાં હાજર હતા અને ઉમેદવારો પોતાની વેદના વ્યક્ત કરી રહ્યા હતા. વિપક્ષને ઉમેદવારોનું સમર્થન મળ્યું હતું જેને કારણે લાગતું હતું કે કદાચ સરકાર દ્વારા આ નિર્ણય પાછો લેવામાં આવે પરંતુ સરકાર પોતાના નિર્ણય પર મક્કમ હોય તેવું લાગી રહ્યું છે.  જેને લઈ હવે ઉમેદવારોને અરજી કન્ફર્મેશન માટે વધુ સમય અપાયો હોવાનું સામે આવ્યું છે. હવે  12 ઓક્ટોબર રાતે 12 વાગ્યા સુધી કન્ફર્મેશન આપી શકાશે  અગાઉ ઘણા ઉમેદવારોની અરજી કન્ફર્મ ન થઈ હોવાની ફરીયાદો મળી હતી. જેને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આની પહેલા પણ ડેડલાઈન લંબાવાઈ છે 

આ પહેલી વાર એવું નથી બની રહ્યું કે જ્ઞાનસહાયક માટે ડેટ વધારવામાં આવી હોય આની પહેલા પણ ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ છે.   પ્રાથમિક વિભાગ માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખે 11 સપ્ટેમ્બર હતી. જોકે, મુદ્દત પૂર્ણ થવાના દિવસે જ સરકારે તારીખ લંબાવી હતી તો હવે સરકાર અને ઉમેદવારોની આ લડાઈ કયા પહોંચે છે એ જોવાનું રહ્યું! 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.