ગુજરાતની સરકાર વડાપ્રધાન મોદી અને અમિત શાહ દ્વારા ચાલે છે - પી. ચિદમ્બરમ


  • Published By :
  • Published Date : 2022-11-08 15:35:59

મોરબીમાં બનેલી દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તો અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ વાતને સત્તા પક્ષ ભલે ભૂલી ગયા હોય પરંતુ વિપક્ષ આ વાતને ભૂલી નથી. ગુજરાતના પ્રવાસે આવેલા ચિદમ્બરમે આ વાતનો ઉલ્લેખ કરી ભાજપ પર પ્રહાર કર્યા છે. પ્રેસ કોન્ફરન્સ કરી તેમણે કહ્યું કે મોરબી બ્રિજ પડવાની ઘટનાએ ગુજરાતના નામને શર્મસાર કર્યું છે. દુ:ખદ વાત એ છે કે પુલ દુર્ઘટના માટે સરકાર તરફથી અત્યાર સુધી કોઈએ માફી પણ માગી નથી.

  

મોરબી હોનારતને લઈ કર્યા પ્રહાર

ગુજરાતમાં પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. દરેક પાર્ટીના નેતાઓ ગુજરાત આવી પોતાની પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે. ત્યારે ગુજરાતના પ્રવાસે આવેલા પી.ચિદમ્બરમે ભાજપને આડેહાથ લીધી હતી. પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું કે સરકાર તરફથી મોરબીમાં બનેલી દુર્ઘટના અંગે માફી નથી માગવામાં આવી. ઉપરાંત પોતાની જવાબદારી સમજી કોઈએ રાજીનામું પણ નથી આપ્યું. 

Amit Shah to flag off 'Modi Van' today | Latest News India - Hindustan Times

ગુજરાતની સરકાર દિલ્હીથી ચાલે છે - ચિદમ્બરમ

વર્ષના અંતમાં હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પંચે ઘણા સમય પહેલા હિમાચલ પ્રદેશ માટે ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી હતી. પરંતુ ગુજરાત માટે તારીખ જાહેર નહોતી કરી. જેની પર ચિદમ્બરે પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે ગુજરાતની તારીખો એટલા માટે જાહેર ન થઈ કારણ કે પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમો બાકી હતા. પી. ચિદમ્બરે કહ્યું કે ગુજરાત સરકાર મુખ્યમંત્રી દ્વારા નથી ચાલતી. ગુજરાતની સરકાર વડાપ્રધાન મોદી અને અમિત શાહ દ્વારા ચાલે છે.      

મોંઘવારી સતત વધી રહી છે 

નેતા હોવાની સાથે સાથે પી. ચિદમ્બર એક અર્થશાસ્ત્રી છે. ગુજરાત પર દેવાની વાત કરતા તેમણે કહ્યું કે ગુજરાતમાં વર્ષ 2020-21માં દેવું 298810 કરોડ છે અને આરબીઆઈ મુજબ આ આંકડો 402785 કરોડ છે. મોંઘવારી વધી રહી છે. મોંઘવારીની સાથે સાથે બેરોજગારી દર પણ વધી રહ્યો છે. ગુજરાતમાં 20-24 વર્ષના યુવકોમાં બેરોજગારી દર 12.49 ટકા છે. જ્યાં સુધી સરકાર પર ખતરો નહીં હોય ત્યાં સુધી તે જનતા પ્રત્યે પોતાની જવાબદારી નહીં સમજે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે