TET-TAT પાસ ઉમેદવારોના આંદોલન બાદ સરકારે લીધો આ નિર્ણય, રાજ્ય સરકાર 17200 શિક્ષકોની ભરતી સાથે કુલ 24,700 શિક્ષકોની ભરતી કરશે...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-07-03 17:42:52

રાજ્ય સરકાર દ્વારા જ્ઞાન સહાયકોની કરાર આધારિત ભરતી સામે ટાટ-ટેટ પાસ ઉમેદવારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જેને પગલે 18 અને 19 જૂન, 2024ના રોજ ગાંધીનગરમાં આક્રમક બની ઉમેદવારોએ આંદોલન કર્યું હતું. આ આંદોલનના 24 જ કલાકમાં રાજ્ય સરકારે 7500 શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ આજે વધુ 17200 શિક્ષકોની ભરતીની જાહેરાત કરી છે. 

24,700 જેટલી ભરતી કરવામાં આવશે 

આંદોલનના 15 દિવસમાં શિક્ષકોની ભરતીનો બીજો નિર્ણય કરવામાં આવ્ છે... રાજ્ય સરકાર 17200 શિક્ષકોની વધારાની ભરતી કરવામાં આવશે. 2011થી 2023 સુધીમાં લેવાયેલી ટેટની તમામ પરીક્ષા માન્ય ગણાશે... આજે મળેલી કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાયો છે. આમ બન્ને નિર્ણય મળી 24700 શિક્ષકોની ભરતી થશે. રાજ્યમાં હાલ 42759 જગ્યા ખાલી છે જેમાં 24700 જગ્યા ભરી રહ્યા છે. જેથી 18059 જગ્યા હજુ પણ ખાલી રહેશે..... પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, 7500 શિક્ષકોની ભરતીની જાહેરાત બાદ એમાં વધારો કરીને વધુ 17200 શિક્ષકોની ભરતી કરાશે. આમ કુલ મળી 24700 નવીન શિક્ષકોની ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે સમય પત્રક બનાવ્યું છે. 



ટેટ ટાટ પાસ ઉમેદવારોએ કર્યું હતું આંદોલન

ટેટ અને ટાટની પરીક્ષા પાસ કરી હોય તેવા ઉમેદવારની ભરતી કરવાના બદલે સરકારે જ્ઞાન સહાયકોની ભરતી કરવાનો નિર્ણય કરતાં રાજ્યમાં ટેટ પાસ 2.65 લાખ અને ટાટ પાસ 1.18 લાખ ઉમેદવારો બેકાર બેઠાં છે. રાજ્યમાં શિક્ષકોની ભરતી કરવાની માગણી સાથે તેઓ એકાંતરે આંદોલન કરી રહ્યાં હોવા છતાં સરકાર તેમની માગણીઓને સ્વીકારતી નથી..... 


વિધાનસભામાં શિક્ષણ મંત્રીએ કબૂલ્યું હતું કે.. 

ગત માર્ચમાં ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેરસિંહ ડિંડોરે વિધાનસભા ગૃહમાં કબૂલ્યું હતું કે, રાજ્યમાં ટેટ-1 પાસ 39,395 એને ટેટ-2 પાસ 2,35, 956 ઉમેદવારો છે. એ ઉપરાંત માધ્યમિકમાં ટાટ 75,328, માધ્યમિક દ્વિસ્તરીય ટાટ 28307 અને ઉચ્ચતર માધ્યમિક દ્વિસ્તરીય 15253 ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી છે. આમ કુલ 3.83 લાખથી વધુ ઉમેદવારોએ શિક્ષક બનવા યોગ્ય પરીક્ષાઓ પસાર કરી છે. વર્ષ 2011થી લઈને 2023 સુધીમાં સરકારે 50,912 ટેટ-ટાટ પાસ વિદ્યાસહાયકો અને 12710 જ્ઞાન સહાયકો મળીને કુલ 63622 ટેટ-ટાટ ઉમેદવારોની ભરતી કરી છે.



ક્યારે કેટલા શિક્ષકોની થઈ ભરતી?  

વર્ષ 2019માં તત્કાલીન શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ 5300 શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી હતી. જેમાંથી 2022માં તત્કાલીન શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ 2650ને નિમણૂંક પત્રો આપ્યા હતા. આમ 2650ની ભરતી બાકી રહી હતી. જ્યારે 31-10-2023ના રોજ અંદાજે 7500 શિક્ષકો નિવૃત્ત થયા હતા. ત્યાર બાદ 31-5-2024ના રોજ 10,000 શિક્ષક નિવૃત્ત થયા હતા. આમ કૂલ 17500 શિક્ષકો તો નિવૃત્ત થયા છે. જેની સામે માત્ર 2650ને જ નિમણૂંક પત્ર આપવામાં આવ્યા હતા. આમ નિવૃત્ત થયેલા 17,500 શિક્ષકમાંથી માત્ર 2650 જ જગ્યા ભરવામાં આવી જ્યારે 14850 ખાલી જગ્યા સામે માત્ર 7500 શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવી છે, અને તે ભરતી થયા બાદ 7350 જગ્યા તો છેલ્લા 8 મહિનામાં નિવૃત્ત થયેલા શિક્ષકોની જ છે.


આ જગ્યાઓ માટે મોટા પ્રમાણમાં જગ્યાઓ ખાલી છે..!

જાહેરાત માત્ર જાહેરાત ન રહે અને ઓફિશિયલ માધ્યમોમાં જાહેરાત પણ કરવાની હવે માંગ છે... સાથે સાથે જે અત્યાર સુધીમાં કમ્પ્યુટર શિક્ષકો વ્યાયામ શિક્ષકો, સંગીત અને ચિત્રના શિક્ષકોની જગ્યા પણ મોટાપ્રમાણમાં ખાલી છે.. એ પણ સમયસર જાહેર કરવામાં આવે... સાથે બદલીના નિયમો હળવા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે... 



વાવ વિધાનસભાની પેટાચુંટણી અને તેના ઉમેદવારો પર ગુજરાતભરની નજર છે કોંગ્રેસ તરફથી એવું કહેવાય કે ઓલ્મોસ્ટ નામ નક્કી છે ત્યારે ભાજપ કયા મુરતીયાને ઉતરે છે એ જોવાનું છે કારણકે સમીકરણો ખૂબ રસપ્રદ બની રહ્યા છે.

ગુજરાત અને ગુજરાતીઓને સમર્પિત રચના આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત કરવી છે...

આજે રાજ્ય સરકાર દ્વારા રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.. ઓગસ્ટ મહિનામાં થયેલા નુકસાની માટે સરકારે સહાય જાહેર કરી.. 1419.62 કરોડનું રાહત પેકેજ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે..

અમદાવાદ ખાતે શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ સપ્તરંગનું આયોજન કરવામાં આવ્યું હતું... આ ફેસ્ટિવલમાં 277 ફિલ્મો વચ્ચે જંગ જામ્યો હતો જેમાંથી આદ્યા ત્રિવેદીએ તેની ડેબ્યૂ ફિલ્મ મિટ્ટી પાની માટે બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ જીત્યો છે...