રાજ્યમાં વધતો રખડતા શ્વાનનો આતંક, સુરતમાં શ્વાનના હુમલાને કારણે ગયો બે વર્ષની બાળકીનો જીવ, જવાબદાર કોણ?


  • Published By :
  • Published Date : 2023-02-23 13:27:51

રખડતા શ્વાનનો આતંક વધતો જઈ રહ્યો છે. અનેક લોકો રખડતા શ્વાનના હુમલાનો ભોગ બનતા હોય છે. ત્યારે સુરતમાં બે વર્ષની બાળકીનું મોત નિપજ્યું છે. 19 ફેબ્રુઆરીના રોજ બેથી ત્રણ કૂતરાઓએ બાળકી પર હુમલો કર્યો હતો. ગંભીર રીતે બાળકી ઘાયલ થઈ હતી. બાળકીના શરીર પર 30થી વધુ વખત કૂતરાઓએ બચકા ભર્યા હતા. હોસ્પિટલમાં બાળકીની સારવાર ચાલી રહી હતી પરંતુ ગઈ કાલ રાત્રે બાળકીનું મોત થઈ ગયું હતું.    


બાળકીને શ્વાનોએ ભર્યા 30થી 40 બચકા 

રાજ્યમાં રખડતા પશુ તેમજ શેરી કૂતારો દ્વારા કરવામાં આવતા હુમલાની સંખ્યામાં વધારો થયો છે. હુમલો થવાને કારણે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય છે તો અનેક લોકોના મોત પણ થતા હોય છે. ત્યારે સુરતમાં રખડતા શ્વાનનો આતંક દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. 15 દિવસની અંદર 477 જેટલા કેસ કૂતરા કરડવાના સામે આવ્યા હતા. નાના બાળકો શેરી કૂતારાના હુમલાનો ભોગ બની રહ્યા છે. કૂતરાઓ બાળકો પર હુમલો કરે છે અને ગંભીર રીતે ઈજાગસ્ત કરે છે. 


સારવાર દરમિયાન બાળકીનું થયું મોત 

બાળકીની મોત કૂતરા કરડવાને થયું છે તેવો કિસ્સો સામે આવ્યો  છે. થોડા દિવસ પહેલા ખજોદમાં બે ત્રણ કૂતરાઓએ બાળકી પર હુમલો કર્યો હતો. બાળકીના શરીર 30 થી 40 બચકા ભર્યા હોવાના નિશાન પણ મળ્યા હતા. ગંભીર રીતે બાળકીને ઈજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. બાળકીના મોતથી પરિવાર શોકમાં ડૂબી ગયો છે. 


રાજ્યમાં સતત વધી રહ્યા છે શ્વાનના હુમલા કરવાના કિસ્સા  

શ્વાનના હુમલાથી જે બાળકીનું મોત થયું છે તે પરિવાર મૂળ પશ્ચિમ બંગાળનો હતો. ખુલ્લામાં બાળકી રમી રહી હતી. જ્યાં બાળકી પર હુમલો થયો તેની નજીકમાં મહાનગરપાલિકાનું ડમ્પિંગ યાર્ડ આવેલું છે. કૂતરાનો ત્રાસ ન માત્ર સુરતમાં પરંતુ સમગ્ર રાજ્યમાં વધી રહ્યો છે. ત્યારે વહેલી તકે આ અંગે કોઈ પગલાં લેવાય તેવી લોકોને આશા છે.       




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે