મહિના-વરસથી આયુષ્યમાન યોજનાના પેમેન્ટ કરવાની ગુજરાત સરકારે આપી બાંહેધરી! જાણો વિગતવાર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-24 18:02:16

24 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્ય આરોગ્ય મંત્રી, હેલ્થ કમિશનર, પીએમજય યોજનાના અધિકારીઓ, બજાજ અને ઓરિએન્ટલ ઈન્સ્યોરન્સના અધિકારીઓ, હોસ્પિટલ એસોશિએશન PEPHAGના સભ્યો વચ્ચે પડતર માગણીઓના નિરાકરણ માટે બેઠક થઈ હતી.ગુજરાતમાં PMJAY હોસ્પિટલને પડતી મુશ્કેલીઓના નિરાકરણ માટે. આ મીટિંગમાં આગળની પોલીસી અંગે તેમજ ચાલુ પોલીસીના બાકી રહેલા નાણાની ચૂકવણી તેમજ પડતર પ્રશ્નોને લઈ ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્ર અને રાજ્યના આરોગ્ય મંત્રીએ બાંહેધારી આપી કે પીએમજય હોસ્પિટલમાં બાકી પેમેન્ટનો પેશન્ટ વાઈઝ ડેટા દરેક હોસ્પિટલને બે ત્રણ દિવસમાં ઈમેલ દ્વારા મોકલવામાં આવશે. ઉપરાંત શુક્રવાર સુધીમાં તેમના બાકીના નાણાં પણ ચૂકવવામાં આવશે. 

હોસ્પિટલમાં મળતી સારવાર મોંઘી થઈ ગઈ!

આરોગ્યની સારી વ્યવસ્થા પૂરી પાડવી તેની જવાબદારી સરકારની છે. લોકોને સારી સારવાર મળી રહે તે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ શરૂ કરવામાં આવે છે. તેવી જ છે યોજના આયુષ્માન કાર્ડની. આ યોજનાએ સામાન્ય લોકોને સરકાર સાથે જોડ્યા. આરોગ્ય વ્યવસ્થા એટલી મોંઘી થઈ ગઈ હતી કે સામાન્ય માણસ માટે એ શક્ય ન હતું કે ત્યાં સારવાર કરાવી શકે ઉપરાંત સરકારી હોસ્પિટલમાં પૂરતા સાધનો નથી. બધુ પ્રાઈવેટ થઈ ગયું. એવો ખાનગીકરણનો વ્યાપ વધ્યો કે સામાન્ય માણસ માટે ઈલાજ કરાવવો અશક્ય લાગતું. મા અમૃત્તમ યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી. તે અંતર્ગત સરકારી હોસ્પિટલમાં તેમજ સરકાર સાથે જોડાયેલી હોસ્પિટલમાં સારવાર મફત કરવામાં આવશે. સરકાર તેમને પૈસા ચૂકવે છે. પરંતુ આ યોજનાનો ગેરફાયદો લોકો લેવા લાગ્યા. 



હોસ્પિટલ અને સરકાર વચ્ચે થયા છે એમઓયુ!

અનેક સમસ્યાઓ હતી આ યોજનમાં. તે બાદ આયુષ્માન કાર્ડ યોજના આવી અને જે અંતર્ગત અનેક વસ્તુઓ સુનિશ્ચિત કરવામાં આવી. આ યોજનાનો ઉપદ્દેશ્ય હતો સામાન્ય માણસ હેરાન ન થવો જોઈએ. અનેક હોસ્પિટલ વચ્ચે આ અંતર્ગત MoU કરવામાં આવ્યા. પરંતુ છેલ્લા ઘણા સમયથી હોસ્પિટલો તેમજ ડોક્ટરોએ રજૂઆત કરી હતી નાણા ચૂકવવા માટે સરકારને. હોસ્પિટલના પેમેન્ટ ક્લિયર નથી થતા. હોસ્પિટલને લઈ પણ અનેક સમસ્યાઓ છે. 



સરકાર દ્વારા આપવામાં આવી બાંહેધરી!

સરકાર દ્વારા પરમિશન આપવામાં આવે છે અને પછી તેની સારવાર થાય છે. જો તમે પરવાનગી આપી, હોસ્પિટલે ઓપરેશન કર્યું તો હોસ્પિટલને પૈસા આપવા માટે બંધાયેલી છે. હેલ્થની યોજનાઓ પાછળ સરકાર કરોડો રૂપિયા વાપરે છે પરંતુ તે પૈસા ક્યાં જાય છે તેની ખબર નથી પડતી. સરકારને અનેક વખત રજૂઆત કરવામાં આવી પરંતુ સરકાર જાણે ગણકારતી ન હતી તેવું લાગતું હતું પરંતુ આજે પડતર માગણીને લઈ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આગામી થોડા દિવસોની અંદર નાણા ચૂકવી દેવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવી છે. તે ઉપરાંત ક્લેમ વખતે કરવામાં આવતા રિજેક્શન, ડીડક્શન અને અન્ય પ્રશ્નોના ઉકેલ માટે તાત્કાલીક રીતે નિરાકરણનું સમાધાન આવે તેની ચર્ચા આજે મળેલી બેઠકમાં કરવામાં આવી.


સારવાર ચાલુ રાખવાનો કરાયો નિર્ણય!

સરકાર દ્વારા આપવામાં આવેલી બાંહેધરી પ્રમાણે કાર્ય જશે, પ્રશ્નોનું જલ્દી નિરાકરણ આવશે એવી આશા સાથે દરેક હોસ્પિટલ નિયમિતપણ પીએમજય યોજના હેઠળ 26થી 29 ફેબ્રુઆરી દરમિયાન સારવાર ચાલુ રાખવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. 



પીએમ મોદી ગઈકાલથી ગુજરાતમાં છે. ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે. અનેક લોકસભા બેઠકો પર પીએમ મોદીએ પ્રચાર કર્યો છે. ત્યારે જામનગરમાં તેમણે પ્રચાર કર્યો હતો. સભા પહેલા તે જામસાહેબને મળવા પહોંચ્યા હતા.

ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા મનસુખ વસાવાને ટિકીટ આપવામાં આવી છે તો ઈન્ડિયા ગઠબંધન દ્વારા ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે. ત્યારે જમાવટની ટીમે બંને ઉમેદવારને ફોન કરવામાં આવ્યો અને તેમનું વિઝન જાણવાની કોશિશ કરી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સમય આપણે એટલો બધો વિતાવીએ છીએ કે આપણને ખબર નથી હોતી. મોબાઈલમાં આપણે એટલા બધા વ્યસ્ત હોઈએ છીએ કે આપણને આસપાસ શું થાય છે તેની ખબર નથી હોતી. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સોશિયલ મીડિયાની દુનિયાને સમર્પિત રચના..

ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે.. ત્યારે રાજ્યના અનેક ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.. પોરબંદર, ભાવનગર, દીવ, કચ્છ, વલસાડ, કચ્છ, મોરબી, જામનગર સહિતના ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.