હોમગાર્ડ અને GRD જવાનો માટે ગુજરાત સરકારે ચૂંટણી પહેલા કરી મોટી જાહેરાત


  • Published By :
  • Published Date : 2022-11-03 12:18:10

ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે. જેને કારણે રાજ્ય સરકાર તમામ લોકોને ખુશ રાખવાનો પ્રયત્ન કરી રહી છે. ત્યારે ચૂંટણી પહેલા સરકારે હોમગાર્ડ અને GRD જવાનોને મોટી ભેટ આપી છે. સરકારે દૈનિક ભથ્થામાં વધારો કર્યો છે.



Harsh Sanghavi - Youth Parliament of India


હર્ષ સંઘવીએ કરી જાહેરાત 

ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમ હોલ ખાતે આયોજીત કાર્યક્રમમાં ભાગ લેતા હર્ષ સંઘવીએ આ અંગેની જાહેરાત કરી હતી. જાહેરાત કરતા તેમણે કહ્યું કે હોમ ગાર્ડ જવાનોનું દૈનિક વેતન રૂ.300થી વધારીને રૂ.450 કરવામાં આવ્યું છે. આવી જ રીતે GRD જવાનોનું વેતન પણ રૂ.200થી વધારીને રૂ.300 કરવામાં આવ્યું છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે