WHOના વડાએ કરી લીધી નવરાત્રીની તૈયારી! G-20 બેઠક માટે ગુજરાત આવેલા વડા ગરબે ઘૂમ્યા, પીએમ મોદીએ આપ્યું નવું નામ! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-08-17 11:13:46

ગુજરાતના ગરબા વિશ્વ પ્રખ્યાત છે. જ્યાં જ્યાં ગુજરાતી હોય ત્યાં ત્યાં વાર તહેવારે ગરબાની રમઝટ જોવા મળતી હોય છે. કોઈ પણ પ્રસંગ હોય અને તેમાં ગરબા ન થાય તો તે પ્રસંગ અધૂરો લાગે છે. ગુજરાતમાં જ્યારે જ્યારે કોઈ વિદેશી મહેમાન આવે છે ત્યારે તેઓ ગરબાના તાલે ઝૂમતા દેખાય છે. મહેમાન ભલેને ગમે તે દેશના હોય પરંતુ ગુજરાતીઓ તેમને ગરબાના તાલે ઘૂમાવતા હોય છે. 

જી-20 સમિટમાં ભાગ લેવા વિદેશથી આવી રહ્યા છે મહેમાન 

હાલ ભારતમાં જી 20 સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. અલગ અલગ જગ્યાઓ પર આની મીટિંગોનું આયોજન કરવામાં આવતું હોય છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પણ જી 20ની બેઠકોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સમિટમાં ભાગ લેવા દેશ વિદેશથી મહેમાનો ભારત આવી રહ્યા છે. ગુજરાતની પણ મુલાકાત પણ લઈ રહ્યા છે. ત્યારે ગાંધીનગર ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશ્વ આરોગ્ય સંસ્થાન એટલે કે WHOના વડા પણ હાજર હતા. 

પીએમ મોદીએ ટ્વિટ કર્યો ગરબે ઘૂમતા WHOના વડાનો વીડિયો  

ગાંધીનગર આવેલા  ડબલ્યુએચઓના વડા ડૉ. ટેડ્રોસ ગેબ્રેયેસીસ ગરબે ઘૂમતા નજરે પડ્યા હતા. ગરબે ગુમતા ડો.નો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી હતી અને લખ્યું હતું કે, ‘મારા મિત્ર તુલસીભાઈ નવરાત્રિ માટે તૈયારી કરીને આવ્યા છે. ભારતમાં તેમનું સ્વાગત છે.’મહત્વનું છે કે કોઈ પણ મહેમાન ગુજરાતની મુલાકાતે આવે છે તે ગરબે કરતા જોવા મળતા હોય છે. 


જી-20ની બેઠકમાં ભાગ લેવા ભારત આવ્યા છે વડા 

ટેડ્રોસ ગુજરાતના ગાંધીનગરમાં બે દિવસીય ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સમિટમાં સામેલ થવા માટે ગઈ કાલે  સવારે ભારત પહોંચ્યા હતા. G20 આરોગ્ય મંત્રી સ્તરની બેઠક સાથે આ સમિટ યોજાશે, તે એવિડન્સ અને લર્નિંગ, ડેટા અને નિયમન, જૈવવિવિધતા અને નવીનતા અને ડિજિટલ સ્વાસ્થ્યની મુખ્ય થીમ્સ પર કેન્દ્રિત છે. પણ એ બધું ઠીક પણ ગુજરાત આવ્યા એટલે ગરબા તો કરવા જ પડે એમ whoના વડા પણ ગરબાના તાલે તાલે મિલાવ્યો!  




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે