આગામી દિવસોમાં વધશે ગરમીનો પ્રકોપ! રાજ્યમાં હીટવેવ અને કમોસમી વરસાદને લઈ શું કરવામાં આવી છે આગાહી


  • Published By :
  • Published Date : 2023-03-11 12:51:03

તાપમાન ગમે ત્યારે પોતાનો રંગ બદલી રહ્યું છે તેવું લાગી રહ્યું છે. કોઈ વખત કમોસમી વરસાદ વરસે છે તો કોઈ વખત કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોંકારી ઉઠે છે. શિયાળા દરમિયાન આ વખતે કડકડતી ઠંડી પડી હતી. શીત લહેરનો અનુભવ લોકોને થઈ રહ્યો હતો. ત્યારે ગરમી પણ આ વખતે રેકોર્ડ તોડશે તેવી આગાહી કરવામાં આવી છે. પરંતુ ઉનાળાની શરૂઆત થતાં જ કમોસમી વરસાદે એન્ટ્રી કરી રહી હતી. માવઠાને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ત્યારે આવનાર દિવસોમાં હીટવેવ તેમજ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 


અનેક વિસ્તારો માટે કરાઈ છે હીટવેવની આગાહી 

હવામાન વિભાગ દ્વારા બે દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી છે જ્યારે આગમી દિવસોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. અનેક વિસ્તારોમાં ગરમીનું યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છ, ગીર સોમનાથ, પોરબંદરમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થશે. કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. 


કમોસમી વરસાદને કારણે વધી ખેડૂતોની ચિંતા 

થોડા દિવસો પહેલા જ કમોસમી વરસાદ વરસવાને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો હતો. પાક નિષ્ફળ જવાને કારણે જગતના તાતને મોટા પાયે નુકસાન થયું હતું. કમોસમી વરસાદને કારણે ખેડૂતોનો પાક તો બગડ્યો છે જેને કારણે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે આગામી 13 અને 14 માર્ચે પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ફરી એક વખત કુદરતનો માર વેઠવા ખેડૂતો મજબૂર બન્યા છે.      




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે