Amreliમાં અંધશ્રદ્ધાની પરાકાષ્ટા! કાળી ચૌદસના દિવસે સંતાન પ્રાપ્તિ માટે ચઢાવવામાં આવવાની હતી પશુની બલી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-13 13:10:54

એક તરફ આપણો દેશ વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે તેવા સમયે અંધશ્રદ્ધાથી પ્રેરાઈ એક વર્ગ હજુ પશુ બલી આપી રહ્યો છે. અંધશ્રદ્ધાનો વ્યાપ ફેલાઈ રહ્યો  છે. અમરેલીના બાબરામા કાળી ચૌદસ નિમીત્તે સંતાન પ્રાપ્તિની માનતાના નામે ચાર ભુવાએ બે પશુની બલી ચઢાવતા પોલીસ અને વિજ્ઞાન જાથાની ટીમે ત્રાટકી ચારેયને ઝડપી લીધા હતા. 


પુત્રની પ્રાપ્તિ માટે રાખી હતી બાધા!

આપણે ત્યાં અનેક લોકો પુત્ર થાય તે માટે માનતા રાખતા હોય છે. તેમનો વંશ વેલો આગળ વધે તે માટે સંતાન પ્રાપ્તિ માટે વાલીઓ બાધાઓ રાખે છે. અનેક લોકોને આપણે ઓળખતા હોઈશું. ત્યારે અમરેલીથી આવો જ એક કિસ્સો સામે આવ્યા છે જેમાં બે પશુની બલી ચઢાવાની હતી. પશુ બલીની આ ઘટના બાબરામા કરિયાણા રોડ પર વાલ્મિકી વાસ વિસ્તારમાં બની હતી. જ્યાં ભુવા તરીકે કામ કરતા રમેશ છના વાળોદરા ઉપરાંત અનીલ રમેશ, વિનોદ રમેશ અને અજય રમેશ નામના શખ્સો પશુઓની બલી ચઢાવવાના હતા.  


કાળી ચૌદસે પશુ બલી આપવાનું કરાયું હતું નક્કી 

આમ તો રમેશ છના વાળોદરા અહી વર્ષોથી ભુવા તરીકે કામ કરે છે અને દોરા ધાગા અને તાંત્રિક વિધી કરતો રહે છે. મહત્વની વાત તો એ છે કે રમેશ વાળોદરા વર્ષોથી ભુવો બની પશુની બલી ચડાવી રહ્યો છે અને તેણે અત્યાર સુધીમા 400થી વધુ પશુની બલી ચડાવી હોવાનુ મૌખિક કબુલ કર્યુ હતુ. વાત એમ હતી કે અજય રમેશ વાળોદરાએ પોતાને ત્યાં સંતાન પ્રાપ્તિ માટે માનતા રાખી હોય સંતાનનો જન્મ થતા કાળી ચૌદસની રાત્રે પશુ બલી આપવાનુ નક્કી કરાયુ હતુ. ધનતેરસની રાત્રે કાળી ચૌદશ બેસી જતી હોય રાત્રીના સમયે અહી બે બોકડાના માથા કાપી માતાજી સમક્ષ ધરવામા આવ્યા હતા અને ફરતે લોહીનો છંટકાવ કરાયો હતો. 


વિજ્ઞાન જાથાની ટીમ અને પોલીસની ટીમ ત્યાં આવી પહોંચી

વિજ્ઞાન જાથા અને પોલીસની ટીમ જયારે બાતમીના આધારે અહી પહોંચી ત્યારે બંને બકરાના માથા, શરીરના અંગો અને ચામડા મળી આવ્યા હતા. તેમણે માનતા પુરી કરવા બંને પશુની બલી ચડાવી હોવાની કબુલાત આપી હતી. તેમની પાસેથી બલીમા વપરાયેલા છરી, ચપ્પુ વગેરે હથિયારો પણ મળી આવ્યા હતા.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે