ગિરનાર પર્વત પર કચરાના ઢગલા મામલે હાઈકોર્ટ હાઈકોર્ટ લાલઘુમ, જૂનાગઢ કલેક્ટરને લગાવી ફટકાર


  • Published By :
  • Published Date : 2024-02-12 22:07:10

યાત્રાધામ જુનાગઢમાં આવેલા સુપ્રસિદ્ધ ગિરનાર પર્વત પર ગંદકીના ઢગલા ખડકાયા છે. જેના કારણે ગિરનાર પર્વત પર આવેલા અંબાજી માતાના મંદિર તેમ જ દત્તાત્રેય મંદિરના દર્શને આવતા શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓના આરોગ્યને જોખમ ઊભું થઈ રહ્યું છે.  જો કે જુનાગઢના સ્થાનિક વહીવટી તંત્રનું વલણ આ મામલે તદ્દન નિષ્ક્રિય અને ઉદાસીન રહ્યું છે. આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી થયા બાદ હાઈકોર્ટે સ્થાનિક પ્રશાસનની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે.  ગિરનાર પર્વત પર ગંદકી મામલે અરજદારે રજૂઆત કરી હતી કે, અરજદારે રજૂઆત કરી હતી કે ગિરનાર પર્વતના મંદિરોની આસપાસ જે ગંદકી મુદ્દે અનેકવાર જૂનાગઢ કલેક્ટર ચીફ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને રજૂઆત કરવા છતાં પણ કોઈ પગલા લેવામાં આવ્યા નથી. 


જૂનાગઢ ક્લેકટરની એફિડેવિટ હાઈકોર્ટે ફગાવી


ગીરનાર પર્વત પર ગંદકીને લઈ ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરાઈ હતી. હાઇકોર્ટમાં જૂનાગઢ ક્લેકટર દ્વારા એફિડેવિટ રજૂ કરવામાં આવી હતી. જોકે હાઈકોર્ટે તે એફિડેવિટનો સ્વિકાર કરવાથી ઇન્કાર કરી દીધો હતો. હાઈકોર્ટે સવાલ કર્યો હતો કે નાના બાળક જેવી વૃત્તિ કોર્ટ સમક્ષ કરનારા અધિકારીનો બચાવ કરો છો? પ્લાસ્ટિક પર પ્રતિબંધના મુદ્દે કોઈ જ નક્કર સ્પષ્ટતા નહીં કરવાને લઈ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. હાઈકોર્ટે જૂનાગઢ ક્લેકટરની ઝાટકણી કરવા સાથે એડિશનલ ચીફ સેક્રેટરીને તપાસ કરવા માટે નિર્દેશ કર્યો હતો. કાયદાનું પાલન નહીં કરાવનારા ક્લેકટર સામે કાર્યવાહી કરવા માટે કોર્ટની ભારોભાર નારાજગી સામે આવી છે. આ મુદ્દે વધુ સુનાવણી 27 ફેબ્રુઆરી કરવામાં આવશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે