ગુજરાતના આ જિલ્લામાં નોંધાયો સૌથી વધુ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-07-19 13:21:40

રાજ્યમાં મેઘરાજા તાંડવ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. વરસાદના ત્રીજા રાઉન્ડની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. અનેક જિલ્લાઓમાં મનમૂકીને વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યના 176 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. રાજ્યના ચાર એવા તાલુકાઓ છે જ્યાં 10 ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથના સૂત્રાપાડામાં આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સૂત્રાપાડામાં સૌથી વધારે 22 ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યનો કુલ સરેરાશ 55.30 ટકા વરસાદ નોંધાઈ ગયો છે. સૌથી વધારે કચ્છ ઝોનમાં વરસાદ નોંધાયો છે. મહત્વનું છે કે અનેક જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

આ જગ્યાઓ પર નોંધાયો આટલો વરસાદ 

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક જિલ્લાઓ એવા છે જ્યાં વરસાદે અનેક રેકોર્ડ તોડી દીધા છે. વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ગીર સોમનાથના સૂત્રાપાડાને વરસાદે ધમરોળી નાખ્યું છે. સુત્રાપાડા તાલુકામાં સૌથી વધુ 22 ઇંચ વરસાદ તથા ગીર સોમનાથના વેરાવળ તાલુકામાં ૧૯.૨૪ ઇંચ, તાલાલા તાલુકામાં ૧૧.૯૬ ઇંચ તથા રાજકોટના ધોરાજી તાલુકામાં ૧૧.૦૮ ઇંચ વરસાદ નોંધાયો છે. આમ કુલ રાજ્યના ૪ તાલુકાઓમાં ૧૦ ઇંચથી વધુ વરસાદ નોંધાયા હોવાના અહેવાલ છે.  ગીર સોમનાથના કોડીનાર તાલુકામાં ૨૧૮ મિ.મી.,  માંગરોળમાં ૧૯૩ મિ.મી., જામકંડોરણામાં ૧૭૬ મિ.મી., ઉપલેટામાં ૧૧૯ મિ.મી., મેંદરડામાં ૧૦૮ મિ.મી., માળીયાહાટીનામાં અને વાપીમાં ૧૦૬ મિ.મી., સુરત શહેરમાં ૧૦૪ મિ.મી.,  પેટલાદમાં ૧૦૦ મિ.મી. આમ કુલ ૧૪ તાલુકાઓમાં ૪ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. 


વરસાદી પાણીમાં તણાઈ ગાડીઓ 

મહત્વનું છે કે એવા અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં વરસાદને કારણે પરિસ્થિતિ વણસી ગઈ છે. વરસાદે તારાજી સર્જી હોય તેવા પણ અનેક દ્રશ્યો સામે આવ્યા છે. ભારે વરસાદને કારણે અનેક ગાડીઓ તણાઈ ગઈ હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. સારો વરસાદ થવાને કારણે અનેક જળાશયોમાં પાણીની બમ્પર આવક થઈ છે. અનેક ડેમોના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે પરંતુ તે પાણી લોકોના ઘર સુધી પહોંચી ગયા છે.    




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે