આજથી પવિત્ર શ્રાવણ માસનો થયો પ્રારંભ, શિવાલયોમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-17 16:18:52

હિંદુ ધર્મમાં દરેક માસનું વિશેષ મહત્વ રહેલું હોય છે. અલગ અલગ મહિનાઓમાં અલગ અલગ દેવતાઓની પૂજા કરવામાં આવતી હોય છે, મહિનાઓ દેવતાઓને સમર્પિત હોય છે. આસો મહિનો માતાજીને સમર્પિત હોય છે, ભાદરવો મહિનો ગણપતિજીને સમર્પિત હોય છે તેવી રીતે શ્રાવણ મહિનો ભગવાન ભોળેનાથને સમર્પિત હોય છે. શ્રાવણ મહિનાનો આજથી પ્રારંભ થઈ ગયો છે. દેવાધિદેવ મહાદેવની પૂજા કરવા માટે મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. શિવાલયો હર હર મદાહેવના નાદથી ગુંજી ઉઠ્યા છે.      


શિવાલયો ગુંજ્યા હર હર મહાદેવના નાદથી

શ્રાવણ મહિનાનું હિંદુ ધર્મમાં આગવું મહત્વ રહેલું છે. દેવાધિ દેવ મહાદેવની આ મહિનામાં પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે. શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે. શિવાલયોમાં શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખી વિશેષ આયોજનો પણ કરવામાં આવતા હોય છે. જ્યોતિર્લિંગમાં શ્રાવણ મહિના દરમિયાન ભક્તોનું ઘોડાપુર જોવા મળતું હોય છે. મહાદેવની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. મોટી સંખ્યામાં ભાવિકો મંદિરમાં દર્શનાર્થે જતા હોય છે. શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે . 


શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખી કરાઈ છે ખાસ વ્યવસ્થા 

એવું માનવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં કરવામાં આવતી પૂજાથી ભગવાન નાગેશ્વર જલ્દી પ્રસન્ન થાય છે. ભક્તોને મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. ભોળેનાથને રૂદ્રાભિષેક કરવાથી તેમજ મહામૃત્યંજય વધારે ફળ આપે છે. આ મહિના દરમિયાન કરવામાં આવતી ઓમ નમ: શિવાયની માળા પણ વિશેષ ફળદાયી સાબિત થાય છે. શિવલિંગ પર દૂધ તેમજ જળનો અભિષેક કરવાનું વિધાન પણ આપણાં શાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યું છે. શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખી જ્યોતિર્લિંગોમાં તેમજ શિવાલયો વિશેષ રીતે શણગારવામાં આવ્યા છે. 



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.