મોરબીમાં સર્જાયેલ દુર્ઘટનાના પડઘા અમદાવાદમાં પડ્યા, અટલ બ્રિજ માટે તંત્રએ લીધો નિર્ણય


  • Published By :
  • Published Date : 2022-10-31 17:06:27

દિવાળી વેકેશન દરમિયાન પોતાની રજાઓ માણવા અને ફરવા માટે લોકો પર્યટક સ્થળોની મુલાકાત લેતા હોય છે. આપણા શહેરમાં કોઈ પણ નવું પર્યટક સ્થળ બન્યું હોય ત્યારે આપણે તેની મુલાકાત લેતા હોઈએ છીએ. ત્યારે મોરબીમાં બેસતા વર્ષના દિવસે ખુલ્લો મૂકાયેલો બ્રિજ અનેક લોકો માટે મોતનો બ્રિજ બની ગયો છે. અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અનેક પરિવાર વિખેરાઈ ગયા છે. ત્યારે આવી ઘટના અમદાવાદમાં ન બને તે માટે તંત્રએ અગમચેતી વાપરી છે. અમદાવાદમાં બનેલ અટલ બ્રિજમાં આવી દુર્ઘટના ન બને તે માટે સરકારે ફરમાન કર્યું છે જે અંતર્ગત હવે દર કલાકે માત્ર 3000 લોકોને જ પ્રવેશ આપવામાં આવશે.           

અટલ બ્રિજ પર ટિકિટ રાખ્યા બાદ એક દિવસમાં થઇ આટલી આવક

મોરબીની ઘટના પરથી સરકારે લીધી શીખ

અમદાવાદમાં બનેલ અટલ બ્રિજ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અનેક લોકો આ બ્રિજની મુલાકાત લેતા હોય છે. ત્યારે આવી ગોઝારી ઘટના અમદાવાદમાં ન બને તે માટે તંત્રએ અગમચેતી વાપરી છે. થોડા સમય પહેલા વડાપ્રધાન નરેન્દ્ર  મોદીએ આ બ્રિજનું ઉદ્ધાટન કર્યું છે. અટલ બ્રિજ માટે ફરમાન બહાર પાડવામાં આવ્યું છે જે અંતર્ગત દર કલાકે માત્ર 3000 લોકોને જ બ્રિજ પર ફરવાની પરવાનગી આપવામાં આવશે. માહિતી પ્રમાણે આ બ્રિજ પર એકસાથે 12000 લોકો ફરી શકે તેવી ક્ષમતા આ બ્રિજમાં છે. પરંતુ સરકાર કોઈ રિસ્ક નથી લેવા માગતી.

Know the entry fees and rules before visiting Atal Bridge

જો તંત્ર સતર્ક થયું હોત તો દુર્ઘટના ન સર્જાઈ હોત

કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સરકારે આ પગલા લીધા તે સારી વાત છે પરંતુ થોડી દરકાર જો મોરબી બ્રિજ માટે રાખી હોત તો આ દુર્ઘટના સર્જાઈ જ ન હોત. આવી અગમચેતી જો આ બ્રિજ માટે વાપરી હોત તો લોકોને રડવાનો વારો ન આવ્યો હોત. ત્યારે સરકારે આ ઘટનામાંથી શીખ લીધી એ સારી વાત છે. અને અમે આશા રાખીએ છીએ કે આવી દુર્ઘટના ક્યાંય પણ ન સર્જાય.      




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.