આજે ખુલ્યો જના સ્મોલ ફાઈનાન્સ બેંકનો IPO, જાણો કેટલું છે ગ્રે માર્કેટ પ્રિમિયમ


  • Published By :
  • Published Date : 2024-02-07 14:18:53

આજે 7 ફેબ્રુઆરીના રોજ વધુ એક મોટી કંપનીનો આઈપીઓ ખુલી રહ્યો છે અને રોકાણકારો તેમાં 9 ફેબ્રુઆરી સુધી રોકાણ કરી શકશે. જના સ્મોલ ફાઈનાન્સ બેંકનો આઈપીઓનું પ્રાઈઝ બેન્ડ 399 થી 414 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યું છે. જના સ્મોલ ફાઈનાન્સ બેંકના શેરોને બિએસઈ અને એનએસઈ બંને સ્ટોક એક્સ્ચેન્જ પર લિસ્ટ કરાવવામાં આવશે. 


કંપની આઈપીઓ દ્વારા 570 કરોડ રૂપિયા એકઠા કરશે


જના સ્મોલ ફાઈનાન્સ બેંક કંપની આ આઈપીઓ દ્વારા બજારમાંથી 570 કરોડ રૂપિયા એકત્રિત કરશે. તેમાં કંપની 462 કરોડ રૂપિયાના 1.12 કરોડ ઈક્વિટી શેરના ફ્રેશ ઈશ્યુ જારી કરશે, અને ઓફએફએસ દ્વારા કંપની 108 કરોડ રૂપિયાના 26.08 લાખ શેરો આપશે.  જના સ્મોલ ફાઈનાન્સ બેંકના શેરોનું એલોટમેન્ટ 12 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે. અને લિસ્ટિંગ પણ 14 ફેબ્રુઆરીના રોજ થઈ શકે છે.  


કેટલા રૂપિયાનું રોકાણ કરવું પડશે?


જૌ તમે આ આઈપીઓમાં પૈસા લગાવવા માંગો છો તો 399થી 414 રૂપિયા પ્રતિ શેરની પ્રાઈઝ બેન્ડ પર 36 શેરો ફાળવવામાં આવશે. આ માટે રિટેલ રોકાણકારોએ ઓછામા ઓછા 14, 904 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જ્યારે મહત્તમ 13 લોટ માટે  193,752 રૂપિયાનું રોકાણ કરી શકાય છે. હાઈ નેટવર્થ રોકાણકારો તેમાં ઓછામાં ઓછું 208,656 રૂપિયા અને મહત્તમ 998,568 રૂપિયા જેટલું રોકાણ કરી શકે છે.  


કેટલો છે ગ્રે માર્કેટ પ્રિમિયમ?


જના સ્મોલ ફાઈનાન્સ બેંકનું જીએમપી આજે પ્રાઈઝ બેન્ડથી  66 રૂપિયા વધુ જોવા મળી રહ્યું છે. ગ્રે માર્કેટમાં કંપનીના શેર  15.94% ના ઉછાળા સાથે  ટ્રેડિંગ કરી રહ્યા રહ્યા છે. આ સ્થિતીમાં કંપનીનો શેર 480 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે