લોકસભામાં ઉઠ્યો અદાણીનો મુદ્દો અને થયો હોબાળો, અદાણી મુદ્દે Rahul Gandhiએ શું કહ્યું? સાંભળો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-11-28 11:45:32

દેશની સંસદમાં હાલ શિયાળું સત્ર ચાલી રહ્યું છે... શિયાળા સત્રનો આજે બીજો દિવસ હતો પરંતુ કાર્યવાહી આવતી કાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.. સવારે 11 વાગ્યે લોકસભાની કાર્યવાહી શરૂ થઈ જેમાં વિપક્ષે અદાણી મુદ્દે હોબાળો મચાવ્યો જેને કારણે પહેલા 12 વાગ્યા સુધી લોકસભા અધ્યક્ષે સ્થગિત કરી દીધી.. અદાણી મુદ્દે રાહુલ ગાંધી અનેક આક્રામક દેખાયા છે.. તેમનું કહેવું છે કે અદાણીને મોદી સરકાર સપોર્ટ કરી રહી છે... 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવેલી સંસદની કાર્યવાહી જ્યારે ફરી શરૂ થઈ ત્યારે હોબાળો થયો અને સંસદની કાર્યવાહી આવતી કાલ સુધી સ્થગિત કરવામાં આવી..

અદાણી મુદ્દે લોકસભામાં હોબાળો 

સોમવારથી સંસદમાં શિયાળા સત્રની શરૂઆત થઈ ગઈ છે... આ સત્રમાં અનેક મહત્વના બિલો જેવા કે વકફ બિસ સહિતના 16 જેટલા બિલો રજૂ થવાના હતા.. મળતી માહિતી અનુસાર 16માંથી 11 બિલ ચર્ચા માટે મૂકવામાં આવશે. જ્યારે 5 કાયદા બનવા માટે મંજૂરી માટે મૂકવામાં આવશે. 20 ડિસેમ્બર સુધી સંસદનું ચોમાસું સત્ર ચાલવાનું છે, બે દિવસ પૂર્ણ થઈ ગયા છે પરંતુ સંસદની કાર્યવાહી થઈ નથી તેવું કહીએ તો અતિશયોક્તિ નથી... અદાણી મુદ્દે વિપક્ષ દ્વારા સંસદમાં હંગામો કરવામાં આવે છે અને હોબાળાને પગલે સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી રહી છે... આવતી કાલ માટે લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે...

રાહુલ ગાંધીએ કરી અદાણીના ધરપકડની માગ!

લોકસભાની કાર્યવાહી પહેલા ખડગેની ઓફિસમાં INDIA ગઠબંધનના નેતાઓની બેઠક યોજાઈ હતી.. જેમાં અનેક નેતાઓ હાજર રહ્યા હતા.. આ બેઠકમાં રાહુલ ગાંધી પણ હાજર રહ્યા હતા... સંસદમાં કયા મુદ્દાને ઉઠાવવા તે અંગેની ચર્ચા કરવામાં આવી.. અદાણીની ધરપકડ કરવામાં આવે તેવી માગ રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવી રહી છે.. ત્યારે આજે પણ રાહુ ગાંધીએ કહ્યું કે સરકાર તેમને બચાવી રહી છે અને તેમની ધરપકડ થવી જોઈએ.મહત્વનું છે કે આ વખતે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા ગાંધી બધા સંસદમાં એક સાથે છે...    



ખુબ નાની વયના યુવાનો શું કામ ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે? અમદાવાદના પ્રિન્સને મિત્રએ જ મજા આવશે કહીને ઈન્જેક્શન અપાવ્યું અને જીવ ગયો. દોસ્તી જેવો પવિત્ર સંબંધ શું કામ લાજી રહ્યો છે?

મોદી સ્ટેડિયમમાં આજે 1 લાખથી વધુ હરિભક્તોનું અમદાવાદમાં સન્માન કરવામાં આવશે. "સુવર્ણ કાર્યકર મહોત્સવ" શું છે તે જુઓ

અનેક ગુજરાતીઓ એવા હશે જેમને ગુજરાતી ભાષા બોલતા નથી આવડતી... ભાષાની જે મીઠાશ હોવી જોઈએ તેવી ભાષા લોકોને નથી આવડતી..

કોઈ લાંચ આપી, કોઈએ લીધી આ સાયકલ ચાલ્યા કરે કે કેમ કે બધાને એવું લાગે છે કે પૈસાથી બધુ ખરીદી શકાય.. આજે એવા એક કિસ્સા વિશે વાત કરવી છે જે જોઈ તમે ચોંકી જશો..વાત છે ગોધરાની જ્યાં જજ સાહેબને લાંચ આપવાની કોશિશ કરી છે એ પણ કોર્ટમાં....