સોશિયલ મીડિયા પર લાઈક મેળવવાના ચક્કરમાં ગયા આટલા લોકોના જીવ! જાણો અમદાવાદ અકસ્માત સાથે કેવી રીતે જોડાયેલા છે આ સમાચાર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-21 11:22:01

ગઈ કાલે અમદાવાદના એસજી હાઇવે પર ભયાનક અકસ્માત થયો બધા લોકો અલગ અલગ અલગ તર્ક આપી રહ્યા છે. કોઈ કહી રહ્યું છે કે જ્યારે હાઈવે પર આવી ઘટનાઓ થાય ત્યારે ટોળું થઈને ઊભા રહેવું ના જોઈએ. એ ટોળાની ભૂલ છે કે એ ત્યાં હતા. પરંતુ આજ કાલના છોકરાઓને રિલ બનાવી જીવન કરતા પણ અમૂલ્ય લાગે છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં સોશિયલ મીડિયા પર લાઈક મેળવવાના ચક્કરમાં જીવ ગુમાવી દેતા હોય છે. આ ઘટનામાં આ વાત એટલા માટે કરી રહ્યા છીએ કે જે યુવાનો ત્યાં આવ્યા હતા તે બધા શું સાચે મદદ કરવા આવ્યા હતા.  

સોશિયલ મીડિયાના ચક્કરમાં જાય છે લોકોનો જીવ

એવું માનીએ કે જે યુવાનોના મોત થયા તેમાંથી અનેક લોકો સોશિયલ મીડિયાના ચક્કરમાં અકસ્માતની રિલ બનવા ગયા હશે. પણ એ કઈ રીતે નકારી શકીએ કે જે તથ્યએ કર્યું એમાં એનો કોઈ વાંક ન હતો. કારણ કે એ પણ તો પોતાના થ્રીલ માટે 150 કિમી પ્રતિકલાકની ઝડપે ગાડી ચલાવી રહ્યો હતો. તથ્યને અમે ઓળખતા નથી ના અમે તેના દુશ્મન છીએ. પરંતુ સોશિયલ મીડિયાના ચક્કરમાં લોકોના જીવ જાય તે તો વ્યાજબી નથી ને? યુવાનો સોશિયલ મીડિયામાં રોલો પાડવા માટે કોઈ પણ હદે જાય છે.


અકસ્માત થતાં લોકો આવ્યા હશે મદદમાં 

હવે બીજા એંગલથી જોઈએ તો જે વીડિયો અકસ્માતનો સામે આવ્યો છે તે વીડિયો પણ કોઈ બાઇક ચાલકે ઉતાર્યો છે એના હેલમેટ અને 360 વાળા કેમેરાથી એવું લાગી રહ્યું છે કે તે બાઈકર હશે અને રેસિંગ કરતો હશે. તેના કેમેરામાં આ બધુ કેદ થયું છે. એટલે એસજી હાઇવે હોય કે પછી રિવરફ્રન્ટ તમારા રેસિંગ કરવા કે રીલ બનવા કે સ્ટંટ કરવા માટેની જગ્યા નથી. રસ્તા પર સામાન્ય લોકો પણ ગાડીઓ ચલાવે છે, રાહદારીઓ પણ ચાલે છે. માની લઈએ છે કે ત્યાં જે લોકો ભીડ કરીને ઊભા છે તે લોકોનો વાંક છે પણ એ લોકોને થોડી ખ્યાલ હતો કે આટલી સ્પીડમાં કોઈ નબીરો તેમને કચડી નાખશે.


દરેક નબીરાઓ ખરાબ નથી હોતા... 

તે લોકોની ભૂલ છે તો એ ભૂલ આપણે બધાએ ભેગા મળીને સુધારવાની છે કે આવી ઘટનાઓમાં માત્ર રીલ બનવા માટે ભીડ ભેગી ના કરો. પણ એ લોકોનો એટલો મોટો ગુનો ન હતો કે તે લોકોને ત્યાં ઉભું રહેવું આટલું બધું ભારે પડશે. ત્યાં ઉપસ્થિત રહેવાની સજા તેમને મોતના રૂપમાં મળશે. માનવ સહજ સ્વભાવ પણ હોય કે કઈ થયું છે તો કોઈને મદદ માટે ઊભા રહીએ, પણ વીડિયો બનાવા માટે પ્લીજ ના ઊભા રહો. તથ્યને ત્યાં લોકોએ માર્યો પણ કરી લોકોનું વલણ તેના માટે અલગ કોઈ શકે કારણ કે તે જેગ્વાર કારમાં હતો લોકો સમજી ગયા કે આ બગડેલા બાપની ઓલાદો છે. એટલે એને વધારે માર્યો . આપના મગજમાં એ વસ્તુ ઘર કરી ગઈ છે કે જેની પાસે રૂપિયો છે તે બધા નબીરાઓ આવા જ હોય છે.   


મૃતકોના પરિવારનું આક્રંદ હોસ્પિટલમાં ગુંજતું હતું... 

તથ્ય પર કાયદેસર જે કાર્યવાહી થવાની છે તે થશે જ પણ આપણે સમજવાનું છે કે આવી ઘટનામાં રીલ ન બનાવી જોઈએ. તથ્યએ જે કર્યું એની એને સજા મળશે પણ આ ઘટનામાં જે પરિવારે તેમના વ્હાલસોયાને ગુમાવ્યા છે તેમનું શું? આ ઘટનામાં પોલીસ કર્મીઓના પણ મોત થયા છે. તે ત્યાં પોતાનું કામ કરવા ઉભા હતા કોઈ રીલ બનાવા ન ઉભા હતા. તે તો પોતાનું કામ જ કરી રહ્યા હતા. જરૂર છે આપણે સભાન થવાની આવી ઘટનાઓથી શીખવાની, નબીરાઓને રોકવાની અને આપણે પણ સમજવાની જરૂર છે કે આવી ઘટનાઓથી. આ ઘટનામાં જ્યારે જમાવટની ટીમ મૃતકોના પરિવારને મળી ત્યારે લોકોની અલગ અલગ પ્રતિક્રિયાઓ હતી. તથ્યએ જે કર્યુંએ સ્વીકારીય નથી પણ એનાથી પણ તે નિવેદન તેના વકીલે અને તેના પિતાએ આપણને બતાવે છે કે જે સંસ્કાર તેમનામાં છે તે જ સંસ્કાર તેના બાળકમાં આવ્યા છે. તેના પિતાનો એટિટ્યુડ કે મારા દીકરાએ તો કંઈ કર્યું જ નથી, તેનો કોઈ વાંક જ નથી તે પીડાદાયક છે.  



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે