અમદાવાદમાં ઈન્ડિયા ગઠબંધન દ્વારા કાઢવામાં આવી પદયાત્રા, અરવિંદ કેજરીવાલના સ્વાસ્થ્ય સાથે જેલમાં થાય છે ચેડા?


  • Published By :
  • Published Date : 2024-07-30 18:27:34

આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલ જેલમાં છે.. અરવિંદ કેજરીવાલના અનેક વખત સમાચાર સામે આવતા હોય છે. જેલમાં રહેલા અરવિંદ કેજરીવાલની તબિયત ખરાબ છે તેવી વાતો અનેક વખત સામે આવતી હોય છે. ત્યારે આજે ઈન્ડિયા ગઠબંધન દ્વારા પદયાત્રા કાઢવામાં આવી હતી. આ પદયાત્રામાં ધારાસભ્ય ચૈતર વસાવા, ઈસુદાન ગઢવી,ગોપાલ ઈટાલિયા,  તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, નેતાઓ હાજર રહ્યા હતા. અમદાવાદમાં આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાં છે

આમ આદમી પાર્ટીએ આજે અમદાવાદમાં પદયાત્રાનું આયોજન કર્યું હતું. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સ્વાસ્થ્યને લઈ પદયાત્રાનું આયોજન કર્યું હતું. છેલ્લા થોડા સમયથી અરવિંદ કેજરીવાલ જેલમાં છે અને તેમની તબિયત ખરાબ થઈ રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીનો આરોપ છે કે જેલમાં ભાજપના અત્યાચારના કારણે અરવિંદ કેજરીવાલની તબિયત ખરાબ થઈ રહી છે.



મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પ કર્યા અર્પણ

અમદાવાદ ખાતે આ પદયાત્રા આમ આદમી પાર્ટીના કાર્યાલયથી નીકળી હતી અને ઇન્કમટેક્સ સર્કલ ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાએ પહોંચી હતી. ત્યાં આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓએ મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પ અર્પણ કર્યા હતા. અરવિંદ કેજરીવાલની તબિયત સારી થાય તે માટે તેમણે પ્રાર્થના કરી હતી. ગોપાલ ઈટાલિયાએ સરકાર પર પ્રહારો પણ કર્યા હતા.   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે