Suratમાં બની સામુહીક આત્મહત્યાની ઘટના, પહેલા પતિએ પત્ની અને દીકરાને ઝેર પીવડાવ્યું અને પછી ફાંસો ખાધો અને પોતે આત્મહત્યા કરી લીધી.!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-08 17:22:46

આત્મહત્યા કરવાના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. કોઈ પ્રેમ પ્રકરણમાં પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે તો કોઈ આર્થિક સંકડામણને કારણે દુનિયાને અલવિદા કહી રહ્યા છે. કોઈ પારિવારીક કારણોસર તો કોઈ પૈસાની લેવડદેવડને કારણે આવા પગલા ભરી લેતા હોય છે. ત્યારે સુરતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી લીધી છે. જે લોકોએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે તેમાં નાના બાળકનો પણ સમાવેશ થાય છે. આ ઘટના સુરતના લિંબાયત વિસ્તારમાં બની છે જ્યાં પતિ દ્વારા પત્ની અને દીકરાને ઝેરી દવા પીવડાવ્યા બાદ પતિએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. એવી પણ માહિતી સામે આવી હતી કે મરતા પહેલા મૃતકે વીડિયો પણ બનાવ્યો હતો. જેમાં અનેક કારણો આપ્યા હતા. મૃતકોના નામની વાત કરીએ તો સોમેશ ભિક્ષાપતિ, ઋષિરાજ અને પત્ની નિર્મલે જીવનને ટૂંકાવ્યું છે.  


ત્રણ લોકોએ કર્યો આપઘાત!

સુરતમાં વધુ એક સામુહીક આપઘાતની ઘટના સામે આવી છે. એક જ પરિવારના ત્રણ સભ્યોએ જીવન ટૂંકાવ્યું છે. મળતી માહિતી અનુસાર પહેલા પતિએ પત્ની અને દીકરાને ઝેરી દવા પીવડાવી, બાદમાં પતિએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. મોડી રાત્રે આ ઘટના બની હતી તેવી માહિતી સામે આવી છે. આ ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે સવારે તેમના ભાઈ 7:15 વાગ્યે ઘરે આવ્યા હતા. એવી પણ માહિતી સામે આવી હતી કે તેના ભાઈને ફોટો પણ મોકલ્યો હતો પરંતુ તેમણે ફોટો જોયો ન હતો. 


પોસ્ટમોર્ટમ માટે પોલીસે મોકલી આપ્યો મૃતહેદ!

જ્યારે તેમણે આ ફોટો જોયો ત્યારે તે ઘરે દોડી આવ્યા હતા. મૃતકના ભાઈએ જોયું તો તેમના ભાઈ ગળેફાંસો ખાધેલી હાલતમાં હતા અને તેના ભાભી પણ મૃત હાલતમાં પડેલા હતા. જ્યારે તેમની બાજુમાં તેમનો પુત્ર પણ મૃત હાલતમાં હતો. ઘટનાની જાણ તેમણે પોલીસને કરી અને હાલ ઘટનાની જાણ થતાં લિંબાયત પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે. કયા કારણોસર આવું કદમ ઉઠાવ્યું હોય તે અંગેની તપાસ પોલીસ કરી રહી છે. આ ઘટનાને લઈ પોલીસે કહ્યું કે ઘરની તપાસ દરમિયાન એક ચિઠ્ઠી પણ મળી આવી છે. આ સાથે તેનો મોબાઇલ પણ મળ્યો છે. એક અનુમાન પ્રમાણે પિતાએ પત્ની અને બાળકને તકીયાથી મોઢું દબાઈ દીધું હોય અથવા તો ઝેરી દવા પીવડાવી લીધી હોય. આ સાથે જ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે.  મહત્વનું છે કે શા માટે પરિવાર દ્વારા આ કદમ ઉઠાવવામાં આવ્યો તે તપાસમાં ખબર પડશે..  



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.