દેશના અનેક રાજ્યો માટે હવામાન વિભાગે કરી છે હિટવેવની આગાહી, આ રાજ્યોમાં તાપમાનનો પારો પહોંચી ગયો છે 40ને પાર!


  • Published By :
  • Published Date : 2023-04-19 15:58:32

ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. દેશના અનેક રાજ્યોમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર સહિતના રાજ્યોમાં ગરમીનો પારો આવનાર દિવસોમાં વધવાનો છે તેવી આગાહી કરવામાં આવી છે. મોસમ વિભાગ અનુસાર પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહાર, સિક્કીમ, ઓડિશા, બંગાળ સહિતના રાજ્યોમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. તે સિવાય રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આગામી ત્રણ દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. 


આ રાજ્યોમાં વરસી શકે છે અગ્નિવર્ષા!

ગ્લોબલ વોર્મિંગને કારણે વાતાવરણમાં અનેક ફેરફાર આવ્યા છે. અનિયમિત વાતાવરણ થઈ ગયું છે. આ વખતના શિયાળાએ અનેક રેકોર્ડો તોડ્યા છે ત્યારે ગરમી પણ અનેક વર્ષોનો રેકોર્ડ તોડી શકે છે. આ આગાહી સાચી પણ પડતી દેખાઈ રહી છે. દેશના અનેક રાજ્યોમાં તાપમાનના પારામાં વધારો નોંધાઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશ, બિહાર, સિક્કીમ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને આંધ્રપ્રદેશ સહિતના રાજ્યો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે. તે સિવાય કમોસમી વરસાદની આગાહી પણ અનેક રાજ્યો માટે કરવામાં આવી છે. 


ગુજરાતમાં પણ પડી રહી છે અસહ્ય ગરમી!

ઉલ્લેખનિય છે કે ગુજરાતના અનેક વિસ્તારોમાં કાળઝાળ ગરમી વરસવાની છે. ઉત્તરગુજરાતમાં આકરી ગરમી જોવા મળવાની છે. મોડાસામાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. મહેસાણા, પાલનપુર, પાટણ સહિતના વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને આસપાસ નોંધાયો છે. ત્યારે કાળઝાળ ગરમીથી કેવી રીતે બચી શકાય તે માટે એડવાઈઝરી બહાર પાડી છે. જે મુજબ વધારે પાણીનું સેવન કરવું જોઈએ, ગરમીમાં કામ વગર બહાર ન નીકળવું જોઈએ. 


મહારાષ્ટ્રમાં બપોરના સમયે નહીં કરી શકાય જાહેર રેલી!

ઉલ્લેખનિય છે કે થોડા સમય પહેલા મહારાષ્ટ્રમાં લૂ લાગવાને કારણે 14 જેટલા લોકોના મોત થયા છે. ઉપરાંત અનેક લોકોની તબિયત બગડી ગઈ હતી. એવોર્ડ સેરેમનીમાં ભાગ લેવા લાખોની સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. પરંતુ જ્યાં બેસવા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યાં ઉપર શેડ બાંધવામાં આવ્યો ન હતો. આ વાતને ધ્યાનમાં રાખી 12 વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી બધી સાર્વજનિક રેલીયો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.   



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."