Swaminarayan સંપ્રદાયને લઈ ભાજપના ધારાસભ્યએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન, વિવાદીત ટિપ્પણીનો વીડિયો થયો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-09-11 13:33:40

છેલ્લા થોડા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાય ચર્ચામાં છે. સાળંગપુરમાં હનુમાનજીની ભવ્ય પ્રતિમા નીચે લાગેલા ભીંતચિત્રોને લઈ વિવાદ છેડાયો હતો. એ ભીંતચિત્રોમાં હનુમાનજીને દાસ દર્શાવવામાં આવ્યા હતા. વિવાદ તો શાંત થઈ ગયો, ભીંતચિત્રો પણ હટાવી દેવામાં આવ્યા છે. પંરતુ તે બાદ પણ અનેક નેતાઓની બાઈટ, પ્રતિક્રિયાઓ, ભાષણો વાયરલ થઈ રહ્યા છે જેને લઈ બળતામાં ઘી હોમાતું હોય તેવું લાગી રહ્યું છે. પંચમહાલ જિલ્લાના કાલોલ વિધાનસભાના ધારાસભ્યનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે સ્વામીનારાયણ સંપ્રદાયને લઈ ટિપ્પણી કરી રહ્યા છે. વીડિયોમાં તેમણે સ્વામીનારાયણ સંસ્થાને લઈ કહ્યું કે : સ્વામીનારાયણ પૈસા ભેરા કરવાની સંસ્થા છે. 

ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે આપ્યું વિવાદિત નિવેદન 

સાળંગપુર હનુમાનજી મંદિરથી શરૂ થયેલો વિવાદ સરકારની મધ્યસ્થી બાદ શાંત તો થઈ ગયો પરંતુ સોશિયલ મીડિયા પર અનેક નેતાઓની પ્રતિક્રિયાઓ , ભાષણો વાયરલ થઈ રહ્યા છે, વિવાદ દરમિયાન ધારાસભ્યો, પદાધિકારીઓ કોઈ પણ નિવેદન આપવાથી બચી રહ્યા હતા પરંતુ હવે નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી છે. પંચમહાલ જિલ્લાના કાલોલ વિધાનસભાના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે કહી રહ્યા છે કે હું એકવાર સોખડા ગયો હતો, સત્સંગમાં મેં કીધુ હતું કે તમે સદગુરુને માનો છે ? સ્વામિનારાયણ પૈસા ભેગા કરવાની સંસ્થા છે. 

સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોએ પણ આપ્યું વિવાદાસ્પદ નિવદેન 

તે સિવાય સ્વામીનારાયણ સંપ્રદાયના એક સંતનો વીડિયો પણ વાયરલ થયો જેમાં તે કહી રહ્યા છે કે ભગવાન સ્વામિનારાયણ હવે સનાતનીઓથી કૂરાજી થઈ ગયા છે અને આપણે હવે કોઈ દેવી-દેવતા સાથે કોઈ સંબંધ રાખવાનો નથી. આ વીડિયો વાયરલ થયા બાદ તેમણે સ્પષ્ટતા આપી છે. માફી માગતા આચાર્ય દિનેશ પ્રસાદે કહ્યું કે 'મને અસુરી શક્તિઓ બોલાવી જાય છે આવું'. મહત્વનું છે કે થોડા દિવસો પહેલા સ્વામિનારાયણ સંત વલ્લભ સ્વામી એવું કહ્યું હતું કે ચલમ પીને પોતાને સનાતની  કહેતા હોય તો અમે છાતી  કાઢીને  તિલક  કરીએ  છીએ એટલે  તમારા કરતા પહેલા અમે સનાતની  છીએ.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે