Jammu-Kashmirમાં શહીદ થયેલા મેજર આશિષનો પાર્થિવ દેહ માદરે વતન પહોંચ્યો, અપાઈ અંતિમ વિદાય, ઉમટી જનમેદની, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-15 13:08:07

દરેક માટે પોતાનો પ્રાણ ઘણો વ્હાલો હોય છે. સૌથી વધારે ધ્યાન આપણે પોતાના પ્રાણોનું રાખતા હોઈએ છીએ. પરંતુ સીમા પર દેશની રક્ષા કરતા વીર જવાનો પોતાના પ્રાણો કરતા દેશને વધારે પ્રેમ કરતા હોય છે. દેશ પર જ્યારે જ્યારે સંકટ આવે છે ત્યારે દેશના વીર જવાનો પોતાના પ્રાણની આહુતી આપતા પહેલા નથી વિચારતા. દેશ માટે, દેશની રક્ષા માટે હસતા હસતા શહીદીને સ્વીકારે છે.

 

શહીદ મેજર આશિષને અપાઈ અંતિમ વિદાય

ત્યારે થોડા દિવસ પહેલા જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓ સાથે અથડામણ થતા અનેક વીરોએ પોતાના જીવનની આહુતિ આપી દીધી હતી. દેશ માટે શહીદ થઈ ગયા હતા. આતંકી સાથે થયેલી અથડામણમાં મેજર આશિષ ધૌંચક શહીદીને પામ્યા હતા. ત્યારે આજે તેમનો પાર્થિવ દેહ તેમના માદરે વતન પાણીપત પહોંચ્યો હતો. માદરે વતન જ્યારે મૃતદેહ લવાયો ત્યારે મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી. 


અથડામણમાં આતંકવાદીઓ તો મરે છે પરંતુ જવાનો પણ શહીદ થાય છે    

આપણે આરામથી ઉંઘી શકીએ તે માટે દેશના સીમાની રક્ષા કરવા માટે જવાનો ખડેપગે રહે છે. લોકોના સુરક્ષાની જવાબદારી જવાનોના શિરે હોય છે. જમ્મુ કાશ્મીરથી અનેક વખત સમાચાર આવતા હોય છે કે આતંકવાદીઓ સાથે થયેલી અથડામણમાં આટલા આતંકવાદીઓને મારવામાં સેનાને સફળતા મળી. એ સમાચાર વાંચીને આપણને આનંદ થાય છે. પરંતુ અનેક વખત આતંકવાદી સાથે થયેલી અથડામણમાં દેશ પોતાના વિર સપૂતોને પણ ખોઈ બેસે છે. 



આતંકી સાથેની અથડામણમાં વધુ એક જવાન થયા શહીદ!

અનેક વીર જવાનો શહીદ થતા હોય છે. ત્યારે છેલ્લા થોડા દિવસોથી જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં આતંકી અથડામણ ચાલી રહી છે. આ અથડામણમાં હજી સુધી ત્રણ જવાનો શહીદ થયા હોવાના સમાચાર સામે આવ્યા હતા પરંતુ વધુ એક જવાન શહીદ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. અથડામણમાં વધુ એક જવાન વીરગતિને પામ્યા છે. 


વીરને અંતિમ વિદાય આપવા ઉમટી જનમેદની 

આતંકવાદીઓ સાથેની અથડામણમાં પાણીપતના મેજર આશિષ પણ વીરગતિને પામ્યા છે. મેજરના પાર્થિવ દેહને માદરે વતન લાવવામાં આવ્યો છે જ્યાં અંતિમ ક્રિયા કરવામાં આવશે. વીરના અંતિમ દર્શન કરવા માટે મોટી સંખ્યામાં  જનમેદની ઉમટી હતી. હજારો લોકો હાજર રહ્યા હતા જ્યારે અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી, રાજકીય સન્માન સાથે વીરને અંતિમ સંસ્કાર કરવામાં આવશે. શહીદ મેજર આશિષનો જન્મદિવસ આવતા મહિને છે. પોતાના જન્મદિવસ પર નવા ઘરમાં પણ પ્રવેશ પરિવાર કરવાનો હતો પરંતુ તે પહેલા જ મેજર અનંતની યાત્રાએ નિકળી ગયા. ન માત્ર પરિવારમાં શોકની લાગણી છે પરંતુ દેશના અનેક નાગરિક એવા છે જે આ સમાચાર સાંભળીને, આ દ્રશ્યો જોઈને ભાવુક થઈ ગયા હશે. વીર શહીદોની શહાદતને સો-સો સલામ છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે