Manipurની મુલાકાતે ગયેલા સાંસદો કરશે રાષ્ટ્રપતિ સાથે બેઠક, Presidentને જણાવશે Manipurની વાસ્તવિક સ્થિતિ અંગે!


  • Published By :
  • Published Date : 2023-08-02 11:03:39

હાલ સંસદમાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. સંસદમાં અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવતી હોય છે. ત્યારે હાલ સૌથી મહત્વનો અને સૌથી ચર્ચિત મુદ્દો હોય તો તે છે મણિપુરમાં ભડકી રહેલી હિંસા.સંસદમાં જ્યારે જ્યારે પણ મણિપુરનો મુદ્દો ઉઠે છે ત્યારે ત્યારે હોબાળો થાય છે અને અંતે સંસદની કાર્યવાહીને સ્થગિત કરી દેવી પડે છે. સૂત્રોચ્ચાર થાય છે નારા  લાગે છે પરંતુ મણિપુર મુદ્દે ચર્ચા નથી થતી. પીએમ મોદી મણિપુર મુદ્દે કંઈ બોલે તેવી વિપક્ષોની માગ છે, ત્યારે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવને મંજૂરી મળી જઈ છે.

સંસદમાં મણિપુર મુદ્દે હંમેશા થાય છે હોબાળો 

મણિપુરમાં ભડકેલી હિંસા મુદ્દે વિપક્ષ એકદમ આક્રામક દેખાઈ રહ્યું છે. હિંસા પર જલ્દી નિયંત્રણ લાવવામાં આવે તેવા તેમના પ્રયાસો છે. INDIAના 21 સાંસદોએ મણિપુરની મુલાકાત લીધી હતી અને ત્યાંની પરિસ્થિતિ કેવી છે તે અંગે રિપોર્ટ તૈયાર કર્યો છે. સંસદમાં મણિપુર મુદ્દે ચર્ચા થાય તે માટે સરકાર છે તેવા અનેક વખત નિવેદનો કેન્દ્રીય મંત્રીઓ દ્વારા આપવામાં આવ્યા છે. થોડા દિવસ પહેલા પિયુષ ગોયલે કહ્યું હતું કે સરકાર વાતચીત કરવા તૈયાર છે પરંતુ વિપક્ષ તૈયાર નથી. પ્રશ્ન છે કે જો સરકાર પણ ચર્ચા કરવા માટે તૈયાર છે, વિપક્ષ પણ ચર્ચા માટે તૈયાર છે તો મણિપુર મુદ્દે સંસદમાં ચર્ચા કેમ નથી થતી?


રાષ્ટ્રપતિ સાથે આજે સાંસદો કરશે બેઠક!

આ બધા વચ્ચે, INDIAના સાંસદો રાષ્ટ્રપતિ સાથે આજે 11.30 વાગ્યે બેઠક કરવાના છે. મણિપુરની સ્થિતિ અંગે રાષ્ટ્રપતિને જણાવવામાં આવશે, જે સાંસદોએ મણિપુરની મુલાકાત લીધી હતી તેમના અનુભવ પ્રેસિડન્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. આ અંગેની જાણકારી કોંગ્રેસના રાષ્ટ્રિય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા આપવામાં આવી છે.    



ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .