સ્ક્રીનિંગ કમિટીના સભ્યો રાજસ્થાન વિવાદમાં વ્યસ્ત બનતા અટવાયા ગુજરાત કોંગ્રેસ ઉમેદવારોના નામ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 16:16:11

થોડા સમય બાદ ગુજરાત વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. પરંતુ રાજસ્થાનમાં ચાલતા પોલિટિકલ ડ્રામાની સીધી અસર ગુજરાત કોંગ્રેસની કામગીરી પર પડી રહી છે. આ વખતે ઉમેદવારો સાથે ચર્ચા કરી ગુજરાત કોંગ્રેસ ઉમેદવારોના નામ જાહેર કરવાના હતા. પરંતુ આ પ્રક્રિયા માટે જે કમિટીની રચના કરવામાં આવી હતી. તે કમિટીના પ્રભારી રાજસ્થાનમાં ચાલતા વિવાદનું નિરાકરણ લાવવામાં વ્યસ્ત થઈ ગયા છે. 

Congress to conduct screening of its leaders to avoid defections ahead of  Gujarat polls - Elections News


રાજસ્થાનમાં ચાલતા વિવાદને કારણે અટવાયા ઉમેદવારોના નામ 

પહેલી વખત કોંગ્રેસે ઉમેદવાર જાહેર કરવા સ્ક્રીનિંગ કમિટીની રચના કરી હતી. 1થી 3 ઓક્ટોબર દરમિયાન આ કમિટી ઉમેદવારોના ઈન્ટરવ્યું લેવાની હતી. ઉમેદવારોના નામ મોકવાના હતા. રિપોર્ટ મળ્યા બાદ, જે નામ પર હાઈ કમાન્ડ મોહર લગાવે તેનું નામ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવવાનું હતું. પરંતુ રાજસ્થાનમાં ચાલતા વિવાદને કારણે આ પ્રોસેસ અટકી ગઈ ગુજરાત કોંગ્રેસના સિનિયર ચૂંટણી નિરીક્ષક અશોક ગેહલોત અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માને આ પ્રકિયા માટે સમય નથી મળી રહ્યો. તેઓ બંને જણા હાલ રાજસ્થાનમાં ચાલતા ઘમાસાણમાં ફસાઈ ગયા છે. અને વિવાદને શાંત કરવાની કોશિશ કરી રહ્યા છે. સ્ક્રીનીંગ કમિટીના સભ્યો વ્યસ્ત થતા ગુજરાત કોંગ્રેસના ઉમેદવારોના નામ અટવાયા છે જેને કારણે કોંગ્રેસે હજી મૂરતિયાના નામ જાહેર નથી કર્યા.          

Congress working unitedly under party leadership says Rajasthan Cabinet Min Raghu  Sharma | India News




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે