નંદાસણ ઓવરબ્રિજ બન્યાના માત્ર ચાર વર્ષમાં ધોવાઈ ગયો !


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-13 13:14:11

મહેસાણા - અમદાવાદ હાઇવે સ્થિત નંદાસણ ઓવરબ્રિજ ઉપર બે વર્ષમાં મસમોટા ગાબડાં પડી જતાં વાહનચાલકો પરેશાન થઈ થયા છે. હાઇવે ઓથોરિટીએ ખાડા રિપેર કરવાને બદલે આડશો મૂકી સંતોષ માન્યો છે. 



બે વર્ષમાં જ બ્રિજ પર પડ્યા ગાબડા 

કડીના નંદાસણ ખાતે ચાર રસ્તા પર ટ્રાફિકની સમસ્યાને હલ કરવા રાજ્ય  કરોડોના ખર્ચે આ બ્રિજ બનાવ્યો હતો પણ હાલ અહી કમર તૂટી જાય તેવા મસમોટા ખાડા પડી ગયા છે. ચાર વર્ષ અગાઉ જુલાઈ 2019માં કરોડોના ખર્ચે તૈયાર ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેના બે વર્ષ બાદ જ બ્રિજ પર ગાબડાં પડવાનું શરૂ થઈ ગયું હતું. ચાર વર્ષ બાદ અત્યારે બ્રિજ પરનો ડામર ધોવાઈ ગયો છે. 

ખરાબ રસ્તાને કારણે વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા  

એક માસથી હાઇવે ઓથોરિટીએ બ્રિજ પર આડશો મૂકી જાણે અકસ્માતની રાહ જોઈ રહ્યું છે. દ્રી ચક્રી વાહન ચાલકોની કમરના મણકા તૂટી ખસી જાય તેવા ગાબડાંઓથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે. માઉન્ટ આબુ, રાજસ્થાન તરફના મુખ્ય ધોરી માર્ગ પર 24 કલાક ટ્રાફિક રહેતો હોવા છતાં હાઇવે ઓથોરિટી બ્રિજ રિપેર કરવાનાં બદલે માત્ર તમાશો જોઈ અકસ્માતની રાહ જોઈ રહી હોય તેવું લાગી રહ્યું છે



રેન્દ્રનગરના જોરાવરનગરમાં અંધશ્રદ્ધાએ એક 3 માસની બાળકીનો જીવ લીધો જોરાવરનગર ખાતે રહેતા પરિવારની ભગવતી નામની 3 માસની બાળકી બીમાર રહતી એને શરદી તાવ આવતો પરિવારજનો તેને ભૂવા પાસે લઈ ગયા જ્યાં ભૂવાએ અગરબત્તીથી બાળકીથી જામ આપ્યા. તબિયત બગડી અને બાળકીનું નિપજ્યું મોત.

પાંચ તબક્કા અંતર્ગત મતદાન પૂર્ણ થઈ ગયું છે.. બે તબક્કાઓ માટે મતદાન થવાનું શેષ છે. આ વખતે 2014-2019 જેવો માહોલ જોવા મળ્યો ના હતો. મતદાતા જાણે કન્ફ્યુઝ હોય તેવું લાગે છે..

ગુજરાતના અનેક શહેરો માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે.. અનેક શહેરોનું તાપમાન 44 ડિગ્રીને પાર નોંધાઈ ચૂક્યું છે. હવામાન વિભાગે અનેક શહેરો માટે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે. એએમસી દ્વારા અમદાવાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

પાંચમા તબક્કા અંતર્ગત મતદાન થઈ રહ્યું છે. 94 બેઠકોના મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર સહિત 8 રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો માટે મતદાન થઈ રહ્યું છે. પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ 56.68 ટકા મતદાન થયું છે.