Ahmedabadની આ શાળાથી સામે આવ્યા સમાચાર જેણે બધાના રૂંવાડા ઉભા કરી દીધા! પાંચ વર્ષના બાળક પર શિક્ષકે ઉપાડ્યો હાથ!


  • Published By :
  • Published Date : 2023-08-19 13:33:43

બાળક શાળામાં ઘર જેટલો સમય વિતાવતા હોય છે. શાળામાં બાળકના ભવિષ્યનું ઘડતર થાય છે. ગુરૂને બીજી માનો દરજ્જો આપવામાં આવ્યો છે. પરંતુ અનેક વખત શાળાઓથી અનેક વખત એવા કિસ્સાઓ  સામે આવતા હોય છે જેમાં વિદ્યાર્થીઓ પર જુલમ કરવામાં આવતો હોય છે. નાના ફૂલ જેવા બાળકોને માર મારવામાં આવતો હોય છે. ત્યારે અમદાવાદની એક શાળાથી કિસ્સો સામે આવ્યો છે જેમાં 5 વર્ષના બાળક પર શિક્ષકે હાથ ઉપાડ્યો છે. વિદ્યાર્થીના માતા-પિતાનો આક્ષેપ છે કે શિક્ષકે બાળકને એટલા માટે માર્યું કે તેને વાંચતા નતું આવડતું! એવી પણ માહિતી સામે આવી છે જેમાં બાળકના શરીર પર ઈજાઓ જોવા મળી છે.   

 


બાળકને માર માર્યા હોવાનો વાલીઓનો આક્ષેપ  

અમે જે ઘટનાની વાત કરી રહ્યા છીએ તે ઘટના અમદાવાદના ચાંદલોડિયામાં આવેલી શાળાની છે. શક્તિ વિદ્યાલયમાં સિનિયર કે.જીમાં ભણતા પાંચ વર્ષના બાળક પર શિક્ષકે હાથ ઉપાડ્યો છે. માતા પિતાનો એવો આક્ષેપ છે કે બાળકને શિક્ષકે માર્યો છે, બાળકના શરીર પર પણ ઈજાઓ દેખાય છે. મહત્વનું છે કે આ અંગેની જાણ થતાં શિક્ષક વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે, શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ મામલે વધુ તપાસ કરવામાં આવશે તેવી જાણકારી સામે આવી રહી છે. 



શિક્ષક દ્વારા મારવામાં આવેલો માર બન્યો ચર્ચાનો વિષય     

એક તરફ શિક્ષકોના એવા વીડિયો સામે આવતા હોય છે જેમાં વિદ્યાર્થીઓને ભણવામાં રૂચિ જાગે તેવી રીતે ભણાવવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે. સરળ રીતે, અનોખા અંદાજમાં વિદ્યાર્થીઓને ભણાવતા હોય છે તો બીજા તરફ આવા શિક્ષકો પણ હોય છે જે બાળકો પર હાથ ઉપાડતા હોય છે. સત્ય શું છે તે તો આવનાર દિવસોમાં સામે આવશે પરંતુ શિક્ષકે નાના બાળક પર હાથ ઉપાડ્યો છે તે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. માની પણ લઈએ કે બાળકે કોઈ ભૂલ કરી હશે, પરંતુ બાળક પર અત્યાચાર કરવો, બાળકને માર મારવાનો અધિકાર કોઈને નથી.. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે