અમેરિકા જવાના અભરખા ભારે પડ્યા, કબૂતરબાજોએ ખેડૂતની ટોપી ઉડાવી !


  • Published By :
  • Published Date : 2023-09-25 16:48:21

ગુજરાતમાં અનેક એવા લોકો હશે જે વિદેશ જવાની ઈચ્છા રાખતા હોય છે અને આ જ વિદેશ જવાની ઈચ્છા તેમને કોઈક દિવસ તેમને મોંઘી પણ પડતી હોય છે અનેક વખત લોકો વિદેશ જવાની લાલચમાં આવી અને લાખો રૂપિયા ગુમાવતા હોય છે ત્યારે આવી જ કઈક ઘટના મહેસાણાના ખેરાલુમાં બની છે.50 લાખમાં અમેરિકા મોકલવાની લાલચ આપી કબૂતરબાજોએ 5 લાખ રૂપિયાની ઠગાઈ કરી હોવાનો મામલો સામે આવ્યો છે વિદેશ જવાની ઈચ્છા રાખતા લોકો માટે વધુ એક ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે 

મહેસાણા જિલ્લામાં આવેલા ખેરાલુ તાલુકાના અમરપરા ચાડા ખાતે રહેતા ખેડૂતને બે કબૂતરબાજોએ છેતરી નાખ્યો. અમેરિકા જવાની લાલચમાં ખેતીકામ અને પશુપાલન કરતા પિયુષ ભાઈ ચૌધરીને પાંચ લાખ રૂપિયાનો ચૂનો લાગ્યો છે જેની ફરિયાદ ખેરાલુ પોલીસ મથકે આવી છે 


કબૂતરબાજોએ વિશ્વાસઘાત કર્યો 

સોના ચાંદીનો વ્યાપર કરતા સોની ભાવેશ હસમુખભાઈ નામનો વ્યાપરી પાસેથી પિયુષ ચૌધરી  દાગીના અનેકવાર લેવા જતા હોવાથી દુકાનદાર અને ખેડૂત યુવક વચ્ચે વિશ્વાસના ગાઢ સંબંધ બંધાયા હતા.બાદમાં સોની ભાવેશે વિદેશ જવાનું હોય તો કહેજો હું કરાવી આપીશ એમ કહી ફરિયાદી સાથે વાત કરતા ફરિયાદી એ વિદેશ જવાની તૈયારી બતાવી હતી.એ દરમિયાન સોની ભાવેશ ફરિયાદીને કહ્યું કે વડગામ ખાતે રહેતો મારો સંબંધી સોની મનીષ નરોત્તમભાઈ વિદેશ જવા માટે પાસપોર્ટ વિઝા તૈયાર કરી આપી ત્રણ વર્ષ માટે મોકલી આપશે તેવી બાંહેધરી સોની ભાવેશ ફરિયાદી ને આપી હતી.


પહેલા 10 લાખ અને અમેરિકા ઉતર્યા પછી 40 લાખ 

મહેસાણા આસપાસ આવા છેતરપિંડીના ઢગલાબંધ કિસ્સાઓ સામે આવી રહ્યા છે છતાં વિદેશ જવાનો મોહ ગુજરાતીઓને છૂટતો ન હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે જેમાં ફરીએકવાર વિદેશ જવાનો મોહ ખેડૂતને ભારે પડ્યો છે ખેડૂત અને કબૂતરબાજો વચ્ચે અમેરિકા જવા માટે 50 લાખમાં સોદો થયો હતો જેમાં 10 લાખ રૂપિયા એડવાન્સ અને 40 લાખ રૂપિયા અમેરિકા ઉતર્યા પછી આપવાના હતા 


તાત્કાલિક પાસપોર્ટ કાઢી આપવાની લાલચ આપી પિયુષ ભાઈને અમદાવાદ બોલાવવામાં આવ્યા હતા અને વાયદાઓ કરવામાં આવ્યા હતા કે પાસપોર્ટ આવી જાય પછી તમને તરત ટિકિટ આપી દઈશું પરંતુ જેમ જેમ સમય આગળ વધ્યો તેમ બંને કબુતરીબાજો દ્વારા પિયુષ ભાઈને સરખો જવાબ ન મળતા પિયુષ ભાઈને છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો જેની ફરિયાદ પિયુષ ભાઈ દ્વારા ખેરાલુ પોલીસ મથકે આપવામાં આવી જોકે આ બધી બાબતે પોલીસ દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે