ટિકીટ કપાતા છલકાયું નારણ કાછડિયાનું દર્દ! Social Media પર પોસ્ટ કરી ઠાલવી વેદના..! પોસ્ટમાં લખ્યું સત્ય અને અસત્યની લડાઈ થશે ત્યારે....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-29 11:52:45

ભાજપમાં અત્યારે નારાજગી અને વિરોધની ફેશન ચાલી રહી છે રાજકોટમાં વિરોધ, સાબરકાંઠામાં વિરોધ અને આ બધી આગ વચ્ચે નેતાઓની નારાજગી સામે દેખાઈ રહી છે. તમને થશે કે હવે કોણ નારાજ છે તો અમરેલીના સાંસદ નારણ કાછડિયા નારાજ ચાલી રહ્યા છે કારણ કે તેમની ટિકિટ કપાઈ છે. તે નારાજ થયા છે એવી વાત એટલા માટે થઇ રહી છે કારણ કે તેમણે સોશ્યિલ મીડિયા પર આવી પોસ્ટ મૂકી છે.   


સોશિયલ મીડિયા પર નારણ કાછડિયાએ દુ:ખ વ્યક્ત કર્યું! 

અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ સોશિયલ મીડિયા પોસ્ટ કરી આડકતરી રીતે દુ:ખ વ્યક્ત કર્યું છે. અમરેલી બેઠકથી નારણ કાછડીયાની ટિકિટ કપાઈ ગઇ છે. ત્યારે નારણ કાછડિયાએ ફેસબુકમાં 2 પોસ્ટ મુકી જે ચર્ચાનો વિષય બની છે. તેમણે પોસ્ટમાં લખ્યું કે, જ્યારે સત્ય અને અસત્યની લડાઈ થશે ત્યારે સત્ય એકલું ઉભું હશે અને અસત્યની ફોજ લાંબી હશે કારણ કે અસત્ય પાછળ મુર્ખાનું ટોળું હશે, પરંતુ વિજય સત્યનો જ થશે. નારણ કાછડીયાની પોસ્ટ બાદ પ્રદેશમાં ચર્ચા શરૂ થઇ છે. જો કે કાછડિયાને આ અંગે પૂછવામાં આવતાં તેમણે નારાજ ન હોવાનો દાવો કર્યો છે. 


ધારાસભ્ય મહેશ કસવાલાએ આ મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું... 

જોકે એના પછી પણ નારણ કાછડીયાએ બીજી પોસ્ટમાં કથાકાર મોરારી બાપુનો એક વીડિયો શેર કર્યો જેમાં લખ્યું હતું . જો તમારી સાથે કોઈ કપટ કરે તો પણ હસતા રહેજો. એટલે આ વાત અને પોસ્ટ બે મેચ નથી થઇ રહ્યા. જોકે આ મુદ્દે ધારાસભ્ય મહેશ કસવાલાએ પ્રતિક્રિયા પણ આપી છે. તેમણે કહ્યું કે ભાજપમાં નારાજગીનો કોઈ અવકાશ નથી. ઉલ્લેખનિય છે કે ભારતીય જનતા પાર્ટીને શિસ્તબદ્ધ પાર્ટી તરીકે ઓળખવામાં આવે છે. નારાજગીની આવી પોસ્ટ જોયા પછી સવાલ થાય કે નારાજગી ખુલ્લીને વ્યક્ત નથી કરી શકતા એટલા માટે સોશિયલ મીડિયાનો સહારો નેતાઓ લઈ રહ્યા છે પોતાની વ્યથા દૂર કરવા માટે! લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવી ગયું છે. આજે ફોર્મની ચકાસણી કરાઈ. આ બધા વચ્ચે ગેનીબેન ઠાકોર પર પાલનપુરના પૂર્વ ધારાસભ્યએ ગંભીર આરોપો લગાવ્યા છે. ગેનીબેન ઠાકોર દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે.

ગુજરાત માટે ભાજપ પાંચ લાખની લીડ સાથે દરેક બેઠક પર જીત હાંસલ કરશે તેવો લક્ષ્ય રાખ્યો છે. આ લક્ષ્યને પાર કરવા માટે ભાજપનું સંગઠન કામ કરશે. પેજ પ્રમુખ તેમજ સમિતીને આને લઈ જવાબદારી સોંપવામાં આવી છે.

અનેક ઉદાહરણો આપણે જોયા હશે જેમાં માણસો આપણી સામે કંઈ અલગ હોય છે અને બીજાની સામે કંઈ અલગ હોય છે.. પારકી પંચાતમાં અનેક લોકો પોતાની જીંદગીને વેડફી નાખે છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે બેફામસાહેબની રચના

એક વીડિયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાના કાર્યક્રમમાં એક યુવાન સ્ટેજ પર ચઢી જાય છે અને સાંસદને સવાલો કરે છે.. કામ અંગે તેમને સવાલ કરે છે. મનસુખ વસાવાએ પ્રશ્નોના જવાબ તો ના આપ્યા પરંતુ તેમણે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા.