બીજાને રાજનીતિ ન કરવાની સલાહ આપનાર પાર્ટીએ શરૂ કરી રાજનીતિ


  • Published By :
  • Published Date : 2022-11-01 13:40:28

ગુજરાતમાં એક તરફ દુ:ખનો માહોલ છે, તો બીજી તરફ બીજાને રાજનીતિ ન કરવાની સલાહ આપનાર આમ આદમી પાર્ટીએ ગમગીન માહોલ વચ્ચે રાજનીતિની શરૂઆત કરી છે. આમ આદમી પાર્ટીએ 8મું લિસ્ટ જાહેર કર્યું છે. ઉમેદવારોના નામ જાહેર કર્યા એનો વાંધો નથી પરંતુ એવા સમયે જાહેર કર્યા જ્યારે આખું ગુજરાત શોકગ્રસ્ત છે. મોરબીમાં બનેલી દુર્ઘટના બાદ ગુજરાત થંભી ગયું છે. ત્યારે એવી તો કેવી ઉતાવળ આમ આદમી પાર્ટીને આવી ગઈ કે આવા માહોલ વચ્ચે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા. આ સમયે ઉમેદવારોના નામ જાહેર કરી આમ આદમી પાર્ટી શું સંદેશ આપવા માગે છે. 

The Obscene Post Viral In The Social Media Group Of The Aam Aadmi Party |  આમ આદમી પાર્ટીના સોસીયલ મીડિયા ગૃપમાં અશ્લીલ પોસ્ટ વાયરલ થતા ચકચાર

શોકના સમયે આમ આદમી પાર્ટીએ જાહેર કર્યા ઉમેદવારોના નામ 

ગુજરાતમાં ચૂંટણીને લઈ તૈયારી થઈ રહી છે. ચૂંટણીની તારીખોની રાહ જોવાઈ રહી છે. ત્યારે ગુજરાતમાં એક એવી ઘટના બની છે જેણે ગુજરાતને હચમચાવી નાખી છે. આ ઘટનાને પગલે તમામ રાજકીય પક્ષોએ પોતાનો ચૂંટણી પ્રચાર એક દિવસ માટે સ્થગિત રાખ્યો હતો. એ ઘટનાને હજી બે દિવસ પણ નથી થયા ત્યારે આમ આદમી પાર્ટી આ દુર્ઘટનાને ભૂલી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. શોકના માહોલ વચ્ચે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોના નામ જાહેર કરી રાજનીતિ શરૂ કરી દીધી છે.

મોરબીની ઘટના બની તે બાદ જ્યારે આપના નેતાઓ સાથે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે  તેમણે કહ્યું હતું કે આ સમય રાજનીતિ કરવાનો નથી. મોરબીની પ્રજાના પડખે રહેવાનો આ સમય છે. આપે તમામ કાર્યકર્તાઓને રાહત કાર્યમાં મદદ કરવા સૂચના પણ આપી દીધી હતી. આ વાતને અમે વખાણીએ છીએ પરંતુ ઘટનાને હજી અઠવાડિયું પણ નથી થયું. રેસ્કયુ ઓપરેશન ચાલી રહ્યું છે તેવા સમયે આપ દ્વારા કરવામાં આવેલ આ કૃત્યનો અમે વિરોધ કરીએ છીએ.           

આપના ઉમેદવારો પણ માને છે કે થોડા સમય પછી લિસ્ટ જાહેર કરવા જેવું હતું  

આ ઘટના પર રાજનીતિ ન કરવી જોઈએ એવું કહેનાર પાર્ટીએ જ પોતાની વાતનું ઉલ્લંઘન કર્યું છે. જે ઉમેદવારોના નામ એક-બે દિવસ બાદ જાહેર કર્યા હોત તો કંઈ ફરક નતો પડવાનો. આવા સમયે ઉમેદવારોના નામ જાહેર કરી રાજનીતિ કરવી કેટલી યોગ્ય છે. જો આવા સમયે ભાજપ અથવા કોંગ્રેસમાંથી કોઈએ પણ લિસ્ટ જાહેર કર્યું હોત તો શું આમ આદમી પાર્ટી બીજી પાર્ટીને સલાહ ન આપી હોત. અમે તો માનીયે છીએ પણ આપના ઉમેદવારો પણ માને છે કે આવા સમયે ઉમેદવારોનું લિસ્ટ જાહેર નતું કરવા જેવું.      




અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.