નર્મદાના દેડીયાપાડા ગામના લોકોએ એક અઠવાડિયું મહેનત કરી જાતે રસ્તો બનાવ્યો, ક્યાં સુધી સરકારના ભરોસે બેસી રહે લોકો!


  • Published By :
  • Published Date : 2023-04-22 14:22:58

રાજ્યના અનેક રસ્તાઓ એવા હોય છે જ્યાં ખાડાનું સામ્રાજ્ય જોવા મળતું હોય છે. પરંતુ રાજ્યના અનેક ગામડાઓ એવા હોય છે જ્યાં તો રસ્તા જ નથી હોતા. સમગ્ર દેશમાં આઝાદીના અમૃતકાળની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અનેક ગામડાઓ સારા રસ્તા અથવા તો માત્ર રસ્તા માટે,આટલા વર્ષો બાદ પણ વલખા મારવા પડે છે. રસ્તો બનશે તેવી આશાએ સ્થાનિકો આટલા વર્ષો સુધી બેસી રહ્યા પરંતુ આખરે નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના મોહબી ગામના સ્થાનિકોએ જાતમહેનત પર વિશ્વાસ રાખ્યો હતો અને જાતે જ રસ્તો બનાવવાની કામગીરી હાથ ધરી હતી. મોહબી ગામમાં રહેતા સ્થાનિકોએ બે કિમીનો રસ્તો ડુંગર ખોદી બનાવવાની કામગીરી કરી હતી. 


     


ગામના લોકોએ જાતમહેનતને માની સર્વોપરી!    

રસ્તાની સમસ્યા એક મોટો પ્રશ્ન બની ગઈ છે. અનેક રસ્તાઓ એવા હોય છે જ્યાં ખાડાઓનું રાજ જોવા મળતું હોય છે. રસ્તા સારા બને તેની જવાબદારી સરકારની હોય છે. સારા રસ્તાઓના દાવા સરકાર દ્વારા અનેક વખત કરવામાં આવતા હોય છે. પરંતુ આજે પણ એવા અનેક અંતરિયાળ ગામડાઓ છે જ્યાં રસ્તાઓ જ નથી તો સારા રસ્તાઓની આશા ક્યાંથી રાખી શકાય? ત્યારે  નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના મોહબી ગામના લોકોએ જાતમહેનતને સર્વોપરી માની છે. રોજિંદા વ્યવહાર માટે રસ્તો ન હોવાને કારણે અવર-જવર માટે સ્થાનિકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. ચોમાસામાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.



ડુંગર ખોદી સ્થાનિકોએ બનાવ્યો રસ્તો! 

ચોમાસા દરમિયાન સારા રસ્તા ન હોવાને કારણે સ્થાનિકોને મુશ્કેલી વેઠવી પડે છે. ત્યારે સ્થાનિકોએ રસ્તાનું નિર્માણ કાર્યનો પ્રારંભ પોતે કરી લીધો છે. મોહબી ગામના પટેલ ફળિયામાં રહેતા લોકોએ ડુંગર ખોધી બે કિમીનો રસ્તો બનાવ્યો છે. પાવડા, ત્રિકમની મદદથી પોતાના ફળિયા સુધીનો બે કિમીનો રસ્તો ડુંગર ખોદી બનાવ્યો છે. ચોમાસા દરમિયાન પગદંડી તેમજ ડુંગર પર થઈને રસ્તો પસાર કરવો પડે છે. 


ક્યાં સુધી અંતરિયાળ વિસ્તારના લોકો સારા રસ્તા માટે વલખા મારશે?

તંત્ર સુધી સ્થાનિકોનો અવાજ પહોંચ્યો ન હતો. ત્યારે સ્થાનિકોની તકલીફ ભલે સરકાર ન સમજતી હોય પરંતુ ત્યાં રહેતા સ્થાનિકો તો સમજે જ છે. જેને લઈ સ્થાનિકો એ જ જાતે રસ્તાઓ બનાવવાની કામગીરી હાથ ધરી હતી. 35 જેટલા લોકોએ પોતે જ ડુંગર ખોદી રસ્તો બનાવવાનું શરૂ કરી દીધું હતું. ત્યારે તંત્રના ધ્યાને આ તકલીફ પહોંચે તેમના માટે પાકો રસ્તો બનાવે તેવી માગ ગ્રામજનો કરી રહ્યા છે. એક તરફ સરકાર વિકાસની વાતો કરે છે તો બીજી તરફ આવા દ્રશ્યો સરકારના દાવાને ખોટા સાબિત કરે છે. આટલા વર્ષો બાદ પણ જો સરકાર પ્રાથમિક સુવિધાઓ ગામડાઓ સુધી નથી પહોંચાડી શક્તી તે વાત દુખની છે.               



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે