થાનગઢના લોકો મામલતદાર કચેરીમાં ગટરના પ્રશ્નની રજૂઆત લઈને પહોંચ્યા, બબાલ થઈ તો ગટરના પાણીની ડોલ કચેરીમાં ઠાલવી


  • Published By :
  • Published Date : 2023-09-04 19:31:32

ગટરના ગંદા પાણીની ડોલ મામલતદાર સામે ફેંકાઈ 

થાનગઢ નગરપાલિકા વિસ્તારમાં રહેતા લોકોએ સફાઈ અને ગટરના પ્રશ્નો મામલે અનેકવાર જવાબદાર વ્યક્તિઓને રજૂઆત કરી છે. પરંતુ એકપણ વાર તેમની રજૂઆતને સ્થાનિક નેતાઓ કે અધિકારીઓએ સાંભળી નહોતી અને ગટરના ગંધ મારતા પાણીની સાફ સફાઈની વ્યવસ્થા કરી ન હતી. રોજની સમસ્યાથી કંટાળીને લોકો તે જ કચરાની ડોલ લઈને મામલતદાર કચેરી પહોંચી ગયા હતા. તેમણે મામલતદારને કહ્યું હતું કે, "અમે અનેકવાર સફાઈ અને ગટરની સમસ્યાની રજૂઆત કરી છે પણ કોઈ કામગીરી નથી થઈ". રજૂઆત દરમિયાન લોકોની ધીરજ ખૂટી હતી અને કચરાની ભરેલી ડોલ મામલતદાર કચેરીમાં ઠાલવી દીધી હતી. 


મામલતદાર અને લોકો વચ્ચે થઈ ગઈ બબાલ

સુરેન્દ્રનગરની થાનગઢ નગરપાલિકાના વોર્ડ નંબર બે અને વોર્ડ નંબર ત્રણમાં કચરાની અને ગટરની ઘણી તકલીફ છે. લોકોએ અનેકવાર તંત્ર અને સ્થાનિક નેતાઓને રજૂઆત કરી છે છતાં પણ તેમણે કોઈ રજૂઆત ધ્યાને નહોતી લીધી. છેલ્લે વિવાદનો અંત લાવવા લોકોએ ખેડૂત નેતા રાજુ કરપડાની આગેવાનીમાં મામલતદાર સામે અનોખો વિરોધ કર્યો હતો. જે ગટરના ગંદા પાણીથી અને કચરાથી લોકોને તકલીફ હતી તેનો નમુનો લઈ બધા મામલતદાર કચેરી ખાતે મામલતદાર સામે રજૂ થયા હતા અને પોતાની તકલીફ જણાવી હતી. રજૂઆત દરમિયાન મામલતદારે માન્યું હતું કે સાફ સફાઈ નથી થઈ અને ગટરનો પ્રશ્ન છે. આ દરમિયાન લોકો અને મામલતદાર વચ્ચે બોલા ચાલી થઈ ગઈ હતી અને કંઈક આવો માહોલ થઈ ગયો હતો. 


રાજુ કરપડાની પોલીસે અટકાયત કરી

મામલતદારે બાહેંધરી આપી બધાને રવાના કર્યા હતા પરંતુ પછીથી પોલીસ આવી હતી અને રાજુ કરપડાને પકડીને પોલીસ થાણે લઈ ગઈ હતી. સામાન્ય લોકો જાણે છે કે તેમને સરકારી અધિકારી સાથે આવી રીતે વર્તન ન કરવું જોઈએ. તેમને શાંતિથી પોતાની રજૂઆત કરવી જોઈએ અને એટલા માટે જ તેમણે શાંતિથી અગાઉ અનેકવાર રજૂઆત કરી હતી. પરંતુ સ્વર્ણિમ ગુજરાતની જનતા ગંધ મારતી ગટરમાં કેટલો સમય રહી શકે ક્યારેક તો તેમને પારો છટકે જ, અને પરિણામ આવા આવે છે. મામલતદારે દોઢ મહિનાની અંદર સમસ્યાનું નિવારણ થશે એવી બાહેંધરી આપી છે હવે દોઢ મહિના ક્યારે થશે એ જોવાનું રહેશે. 






ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે