Jamnagarમાં પકડાયેલી ગાયોની છે દયનિય હાલત! એક વીડિયો સામે આવ્યો જેમાં ઢોરોના મૃતદેહ જોવા મળ્યા! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-09 11:57:38

અમદાવાદ હોય કે જામનગર, રોજકોટ હોય કે સુરત, કે પછી નાનકડું ગામ ત્યાં રખડતા ઢોરનો ત્રાસ પ્રતિદિન વધી રહ્યો છે. અમદાવાદ સહિતના શહેરોમાં રખડતા ઢોરને પકડી ઢોરવાસમાં મૂકવામાં આવે છે. થોડા સમય પહેલા અમદાવાદના ગ્યાસપૂરથી એક વીડિયો સામે આવ્યો હતો જેમાં ગાયોના મૃતદેહને ખુલ્લામાં ફેંકી દેવામાં આવે છે! ઢોરડબ્બામાં અપૂરતો ઘાસનો જથ્થો હોવાને કારણે ગાયોના મોત થઈ રહ્યા છે. ત્યારે આવા દ્રશ્યો, ખરાબ પરિસ્થિતિમાં ગાયોને જામનગરમાં પણ રાખવામાં આવે છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જામનગરથી વીડિયો સામે આવ્યા છે જેમાં ઢોર ડબ્બામાં ગાયોની સારસંભાળ ન લેવાવાને કારણે સાતથી આઠ ગાયોના મોત પ્રતિદિન થઈ રહ્યા છે તેવો આક્ષેપ માલધારીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે.        

શહેર બદલાય છે પરંતુ ગાયોની પરિસ્થિતિ સરખી રહે છે!

રાજ્યમાં રખડતા ઢોરને કારણે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે તો અનેક લોકોના મોત પણ થયા છે. હાઈકોર્ટે આ મામલે તંત્રની અનેક વખત ઝાટકણી કાઢી છે. અનેક વખતની ફટકાર બાદ તંત્ર જાગ્યું છે અને રખડતા ઢોરને પકડવાની કામગીરી તેજ બનાવી છે. પ્રતિદિન અનેક પશુઓને પકડી ઢોરવાસમાં રાખવામાં આવે છે પરંતુ પશુઓની સારસંભાળ કોઈ નથી લેતું. ઢોરવાસમાં અનેક ગાયોના મોત થઈ રહ્યા છે તેવા વીડિયો અનેક વખત આપણી સામે આવી રહ્યા છે. અમદાવાદથી તો આવા દ્રશ્યો સામે આવ્યા પરંતુ જામનગરથી પણ આવા દ્રશ્યો સામે આવ્યા છે. શહેર બદલાય છે પરંતુ પરિસ્થિતિ એવીને એવી હોય છે. જામનગરથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં ઢોર ડબ્બામાં અપૂરતો ઘાસચારો અને સારસંભાળ ન લેવાવાને કારણે ગાયોના મોત થઈ રહ્યા છે તેવો આક્ષેપ માલધારીઓ દ્વારા કરવામાં આવ્યો છે. 

અપૂરતા ઘાસચારાને લઈ થઈ રહ્યા છે ગાયોના મોત!

રખડતા ઢોર પકડયા બાદ ઢોર ડબ્બામાં અનેક પશુઓના મોત થતા હોવાનો આક્ષેપ માલધારીઓ લગાવી રહ્યા છે અને પ્રશ્ન પણ પૂછી રહ્યા છે કે ઢોર પકડ્યા બાદ તેની સાર સંભાળ રાખવાની જવાબદારી કોની? માલધારીઓનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. એક જાગૃત નાગરિકે  વીડિયો ઉતાર્યો જેમાં ઢોરડબ્બામાં અનેક ગાયો મૃતહાલતમાં જોવા મળી. માલધારીઓએ અનેક વખત આક્ષેપ કર્યો છે કે સારસંભાળ ન લેવાવાને કારણે ગાયોના મોત થઈ રહ્યા છે. તંત્ર ગાયોને પકડી તો લે છે પરંતુ ગાયોની સંભાળ કેવી રીતે લેવી તેમની તેમને ખબર નથી. અપૂરતો ઘાસચારો હોવાને કારણે ગાયોના મોત થઈ રહ્યા છે તેવો આક્ષેપ માલધારીઓ કરી રહ્યા છે. માલધારીઓને આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે.     



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે