જયારે ભારતના પ્રતિનિધિ મંડળના વિમાનને મોસ્કો એરપોર્ટ પર ઉતરવામાં પડી તકલીફ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-05-23 17:19:19

ઓપરેશન સિંદૂર પછી ભારતે પાકિસ્તાનને વિશ્વ સમક્ષ ઉઘાડું પાડવા માટે ૭ મલ્ટીપાર્ટી ડેલિગેશન બનાવ્યા છે. આમાંથી  એક ડેલિગેશન એટલેકે પ્રતિનિધિ મંડળ રશિયાની રાજધાની મોસ્કો પહોંચ્યું છે. પરંતુ આ પ્રતિનિધિ મંડળને લઈ જનારા વિમાનને મોસ્કો એરપોર્ટ પર લેન્ડ થવામાં મુશ્કેલી પડી હતી. કેમ કે યુક્રેને રશિયાના મોસ્કો એરપોર્ટ પર જોરદાર ડ્રોન હુમલો કર્યો હતો.  

Image

ઓપરેશન સિંદૂર પછી ભારતે નાપાકને ઉઘાડું પાડવા માટે ૭ મલ્ટીપાર્ટી ડેલિગેશન બનાવ્યા છે. આ ૭ માંથી એક મલ્ટીપાર્ટી ડેલિગેશન રશિયાના મોસ્કોમાં પણ પહોંચ્યું છે. આ મલ્ટી પાર્ટી ડેલિગેશન DMKના સાંસદ કનિમોઝીના નેતૃત્વમાં રશિયા પહોંચ્યું હતું. આ પ્રતિનિધિ મંડળના વિમાનમાં DMKના સાંસદ કનિમોઝી , સમાજવાદી પાર્ટીના સાંસદ રાજીવ રાય , રાષ્ટ્રીય જનતા દળના સાંસદ પ્રેમચંદ ગુપ્તા , કેપ્ટન બ્રિજેશ , અશોક કુમાર મિત્તલ અને રાજદૂત મંજીવ સિંહ પુરી હતા . પરંતુ આ વિમાન જેવું જ રશિયાની રાજધાની મોસ્કોના એરસ્પેસમાં પહોંચ્યું કે તેને મોસ્કોના એરપોર્ટ પર ઉતરવામાં તકલીફ પડી હતી કેમકે , તે જ સમયે યુક્રેને રશિયાના મોસ્કો એરપોર્ટ પર ડ્રોન હુમલો કર્યો હતો . તાજેતરમાં યુક્રેને રશિયા પર ૧૦૦ ડ્રોન થકી ખુબ જોરદાર હુમલો કર્યો હતો . જેના કારણે ભારતીય પ્રતિનિધિ મંડળના વિમાને મોસ્કોના ચક્કર મારવા પડ્યા હતા તે પછી વિમાન મોસ્કો એરપોર્ટ પર લેન્ડ થયું હતું. 

વાત કરીએ રશિયા યુક્રેન યુદ્ધની થોડાક સમય પેહલા તુર્કીમાં આ યુદ્ધને લઇને એક શાંતિવાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ તેમાં માત્ર યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સકી જ પહોંચ્યા હતા જયારે US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન પહોંચ્યા જ નહોતા . પરંતુ બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિઓ જોરદાર રીતે એસ્કેલેટ થઇ રહી છે. ભારતે , વિશ્વના દેશોની ૩૩ રાજધાનીઓમાં ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાનના સ્ટેટ સ્પોન્સર્ડ ટેરરિઝમને ઉઘાડું પાડવા માટે મલ્ટી પાર્ટી ડેલિગેશન બનાવ્યા છે. જેમાંથી એક ડેલિગેશન DMKના  સાંસદ કનિમોઝીના નેતૃત્વમાં બનાવવામાં આવ્યું હતું. જે રશિયા તો પહોંચ્યું જ છે પણ સાથે સાથે સ્લોવેનિયા , ગ્રીસ, લાટવિયા અને સ્પેનની મુલાકાતે આ પ્રતિનિધિ મંડળ જવાનું છે . ભારતે કુલ ૫૯ લોકોના ૭ પ્રતિનિધિમંડળ બનાવ્યા છે. જેમાં વર્તમાન સાંસદોથી લઇને , ભૂતપૂર્વ મંત્રીઓ અને ડિપ્લોમેટસનો સમાવેશ થાય છે જેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનો નરેટિવ મજબૂત કરશે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે