પરિવારનું નિવેદન લેવા પોલીસ પહોંચી ડો. વૈશાલી જોશીના ઘરે, શા માટે નથી કરવામાં આવી ફરાર પીઆઈ વિરૂદ્ધ ફરિયાદ? શું પોલીસ રાખી રહી છે રહેમનજર?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-13 17:28:58

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પ્રાંગણમાં ડો. વૈશાલી જોશીએ પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. આ મામલે પોલીસ ડો.વૈશાલી જોશીના ગામ ડેભારી પહોંચી હતી અને ટૂંક સમયમાં પરિવાર આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવશે. પોલીસે આ મામલે અનેક લોકોના નિવેદનો તો પહેલાથી લઈ લીધા હતા પરંતુ હવે પરિવારના સભ્યોનું નિવેદન પોલીસે લીધું છે તેવી માહિતી સામે આવી છે. પ્રશ્ન એ થાય કે આટલો સમય વિત્યા બાદ પણ પોલીસ ફરાર પીઆઈ ખાચરને નથી પડકી શકી?   


રૂબરૂ મળવાનો કર્યો ઈન્કાર! 

પ્રેમ પ્રકરણમાં નિષ્ફળતા મળ્યા બાદ અનેક લોકો પોતાનું જીવન ટૂંકાવી દેતા હોય છે. આ કેસમાં પણ એવું જ થયું. ડો. વૈશાલી જોશી પીઆઈ ખાચરના પ્રેમમાં હતી પરંતુ તે વખતે તેને ખબર ન હતી કે પીઆઈ ખાચર પરિણીત છે. સોશિયલ મીડિયાના માધ્યમથી તેઓ એકબીજાના સંપર્ક આવ્યા હતા અને તે relationshipમાં આગળ વધ્યા હતા. એવી માહિતી સામે આવી હતી કે વૈશાલીને ક્યાંકથી ખબર પડી કે પીઆઈ પરણીત છે, તે પીઆઈને મળવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પહોંચી હતી. અનેક વખત ડો. વૈશાલીએ પીઆઈનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી પરંતુ તે તેને ઈગ્નોર કરતો હતો. તેને લઈ ડો.વૈશાલી પીઆઈને રૂબરૂ મળવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પહોંચી ગઈ. 


જ્યારથી આ ઘટના બની ત્યારથી પીઆઈ ખાચર છે ફરાર

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ઓફિસની બાજુમાં એક ગ્રાઉન્ડ આવ્યું છે જ્યાં પોલીસ સ્પોર્ટ્સ મીટ ચાલી રહી હતી. અનેક પોલીસકર્મીઓએ આ સ્પોર્ટ્સ મીટમાં ભાગ લીધો હતો તેમાં પીઆઈ ખાચર પણ હાજર હતા. ડો. વૈશાલીને ખબર ન હતી કે પીઆઈ ખાચર ત્યાં હાજર નથી. ક્રાઈમ બ્રાન્ચ પરીસરમાં તે રાહ જોઈ રહ્યા હતા પરંતુ અંતે તેમણે પોતાનું જીવન ટૂંકાવી દીધું. જ્યારથી આ ઘટના બની ત્યારથી પીઆઈ ખાચર ફરાર છે અને તેમને શોધવામાં પોલીસને સફળતા નથી મળી. પ્રશ્ન એ થાય કે પોલીસ તેમને શોધવા જ નથી માગતી? 


પોલીસ શું કામ રાખી રહી છે ઉદાસીનતા? 

એવી પણ માહિતી સામે આવી છે કે ખાચરે એવું કહ્યું છે કે પત્ની બિમાર છે તેમ કહી તે ત્યાંથી નિકળી ગયા હતા પરંતુ હજી સુધી પીઆઈ વિરૂદ્ધ કોઈ ફરિયાદ નથી કરવામાં આવી. દીકરીને ન્યાય મળે તે માટે આખો સમાજ આગળ આવ્યો છે. દીકરીના ન્યાય મળે તે માટે અલગ અલગ લોકોને પત્ર લખવામાં આવી રહ્યા છે સમાજના આગેવાનો દ્વારા અને માગ કરવામાં આવી રહી છે ન્યાયની. જેમના શીરે જવાબદારી છે કે તે કાયદાનું પાલન કરાવે તે જ કાયદાનો ભંગ કરે તો? પોલીસ સામે અનેક સાક્ષ્ય છે, સ્યુસાઈડ નોટ છે, જેમાં આ પગલા પાછળ કારણ કોણ છે તેમનું નામ લખ્યું હતું તો પણ પોલીસ દ્વારા આ મામલે ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે તે એક મોટી વિડંબના છે. 

 


જો પીઆઈ ખાચરે વૈશાલી જોશી સાથે વાત કરી લીધી હોત તો... 

પોલીસ વિભાગમાં પણ અનેક એવા કિસ્સાઓ છે જેમાં એસ્ટ્રા મેરિટિયલ અફેર હોય. પોલીસને પણ પોતાના વિભાગમાં કામ કરી રહેલા કર્મચારીઓને, અધિકારીઓને સમજાવા પડશે કે કોઈ બીજાને પ્રેમમાં છેતરવાનો હક તેમને નથી આપવામાં આવ્યો. જો કોઈ પોલીસકર્મી કોઈ છોકરીને છેતરે છે તો લગ્ન બાદ પણ કોઈ બીજા સાથે પ્રેમ સંબંધ રાખવો એ ગુન્હો છે. જો પીઆઈએ થોડો સમય કાઢીને ડો.વૈશાલી સાથે વાત કરી લીધી હોત તો કદાચ ડોક્ટરે પોતાનો જીવ ના ટૂંકાવ્યો હોત.પોલીસને પોલીસ વિરૂદ્ધ ફરિયાદ લખવી પડશે!   



સાબરકાંઠાના વડાલી ગામથી જે સમાચાર સામે આવ્યા તે ડરાવનારા હતા.. વેડા ગામમાં ઓનલાઈન પાર્સલ બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે જેમાં બે લોકોના મોત થઈ ગયા હોવાની માહિતી સામે આવી છે જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.. સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે

ચૂંટણી પ્રચાર માટે કચ્છ લોકસભાના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા અને ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પહોંચ્યા હતા મોરબીમાં ચાલતા શક્તિધામ મંદિરમાં... સ્ટેજ પર પહોંચીને ભાજપના કાર્યકર્તાઓએ નેતાઓને ભાજપના બંને નેતાઓને જાહેરમંચ પરથી ખખડાવી નાંખ્યા...!

રાજકોટમાં રાજવી પરિવાર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં અનેક રાજવી પરિવારના સદસ્યો હાજર હતા. ગુજરાત 45 રાજવીઓએ પીએમ મોદીને સમર્થન આપ્યું છે.

લોકસભા બેઠકના ઉમેદવારોને જમાવટની ટીમ દ્વારા ફોન કરવામાં આવી રહ્યા છે. તેમના વિઝનને જાણવાની કોશિશ કરી રહ્યા છીએ. ત્યારે મહેસાણાના ઉમેદવારોને ફોન કર્યો હતો.