રખડતાં ઢોર અંગેની પોલિસીનો આજથી થશે અમલ, AMCએ પશુપાલકોને આપી આ સૂચના, જો રસ્તા પર રખડતા પશુઓ દેખાયા તો...


  • Published By :
  • Published Date : 2023-09-01 14:14:27

રખડતાં ઢોરને કારણે અનેક લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવતો હોય છે. આપણે સમાચારોમાં અથવા તો ન્યુઝ ચેનલોમાં અવાર-નવાર સાંભળતા હોઈએ છીએ કે રખડતા પશુની અડફેટે આવતા રાહદારી અથવા તો વાહનચાલક ઈજાગ્રસ્ત થયો છે. અનેક વખત આવી ઘટનામાં અડફેટે આવતા લોકોના મોત થઈ જતા હોય છે. હાઈકોર્ટે આ મામલે અનેક વખત તંત્રની ઝાટકણી કાઢી છે. રસ્તા પર રખડતા ઢોરને પકડવા માટે તંત્રએ સ્પેશ્યલ પ્લાન ઘડ્યો છે. ત્રાસ અટકાવ અને નિયંત્રણ પોલિસીનો આજથી અમલ થવાનો છે. ત્યારે એએમસીએ ટ્વિટ કરી છે કે પશુ રસ્તા પર રખડતા ન હોવા જાઈએ..

આજથી નિયંત્રણ પોલીસીનો થશે અમલ 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક ટ્વિટ કરવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે પહેલી સપ્ટેમ્બરથી એટલે કે આજથી શહેરમાં પશુ ત્રાસ અટકાવવા અને નિયંત્રણ પોલિસીનો અમલ થવાનો છે. મહત્વનું છે કે અનેક વખત રખડતા પશુઓને કારણે વાહનચાલકોને તેમજ રાહદારીઓને અડફેટે લેતા હોય છે. જેને કારણે તેમને ઈજાઓ થતી હોય છે. ગુજરાત હાઈકોર્ટમાં અનેક વખત આ મામલે પીઆઈએલ થઈ. 


ગુજરાત હાઈકોર્ટે અનેક વખત કાઢી છે તંત્રની ઝાટકણી 

રખડતા ઢોરનો ત્રાસ અટકાવવા માટે શું પગલા લેવાયા તે અંગે અનેક વખત પ્રશ્ન પૂછવામાં આવ્યો છે પરંતુ દર વખતે તંત્ર દ્વારા આપવામાં આવતા જવાબથી હાઈકોર્ટ નારાજ થઈ હોય તેવું લાગતું હતું. ત્યારે હવે તંત્ર દ્વારા રખડતા ઢોર વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અનેક વખત જોવા પણ મળ્યું છે કે રસ્તાની વચ્ચોવચ રખડતા પશુઓ બેસી જાય છે જે કારણે લોકોને અગવડનો સામનો કરવો પડે છે.  

ઝોન વાઈઝ અધિકારીઓને સોંપવામાં આવી છે જવાબદારી 

રખડતા પશુઓ પર નિયંત્રણ લાવવા માટે તંત્ર દ્વારા નિયમો બનાવવામાં આવ્યા છે. રખડતા પશુ માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. રસ્તા પર ટેગિંગ વગર જો પશુ દેખાશે તો પશુ પાલક વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. તે સિવાય પણ અનેક નિયમો બહાર પાડવામાં આવ્યા છે.મળતી માહિતી અનુસાર થોડા દિવસો પહેલા રખડતા ઢોર મુદ્દે મ્યુનિસિપલ કમિશનર દ્વારા એસઓપી જાહેર કરવામાં આવી હતી. ઝોન વાઈઝ ટીમ બનાવવામાં આવશે અને વિવિધ અધિકારીઓની જવાબદારી અંગે જણાવવામાં આવ્યું છે.


શું હંમેશા માટે મળશે રખડતા પશુઓના ત્રાસથી મુક્તિ?  

મહત્વનું છે કે રસ્તાની વચ્ચોવચ પશુઓ અડ્ડો જમાઈને બેઠા હોય છે જેને કારણે વાહનચાલકોએ ક્યાંથી નિકળવું તે પ્રશ્ન ઉભો થતો હોય છે. કોઈ વખત શાંત લાગતા પશુ અચાનક હિંસક બની જાય છે, કોઈ વખત એકબીજા સાથે લડવાનું શરૂ કરી દેતા હોય છે તો કોઈ વખત રાહદારીને અડફેટે લેતા હોય છે. પશુ પાલકોને આ મામલે નોટિસ તો આપવામાં આવી છે પરંતુ તેનો અમલ કેટલો થાય તે જોવાનું રહ્યું. રખડતા પશુઓના ત્રાસમાંથી મુક્તિ મળે છે કે નહીં તે તો આવનાર સમય જ બતાવશે. જ્યાં સુધી પશુ પકડવાની કામગીરી ચાલતી હશે ત્યાં સુધી પશુ પાલકો કદાચ રસ્તા પર પશુઓને રખડતા નહીં મૂકે, કદાચ કાર્યવાહીના ડરથી રસ્તા પર અમુક સમય માટે રસ્તા ઉપર ફરતા યમદૂતોથી રાહત મળી શકે છે પરંતુ પછી? કાર્યવાહી તો થોડા દિવસો જ ચાલશે પરંતુ પછી પરિસ્થિતિ પહેલા જેવી જ થઈ જશે તેવું લાગે છે.    

   



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.