Gujaratના વિકાસ મોડલની ફરી એક વાર ખુલી પોલ! Anant Patelએ શેર કર્યો વીડિયો અને લખ્યું - જો રસ્તો સારો બનેલ હોત.....


  • Published By :
  • Published Date : 2023-10-05 12:20:55

સમગ્ર દેશમાં અને હવે તો વિશ્વમાં ગુજરાતના મોડલને વિકાસના મોડલ તરીકે પ્રસ્થાપિત કરવામાં આવે છે. ગુજરાત એટલે વિકાસનો પર્યાય બની ગયો હોય તેવી રીતે વાતો, પ્રચાર કરવામાં આવે છે. ગુજરાતમાં વિકાસ થયો છે તેની ના નહીં પરંતુ આજે પણ એવા અનેક ગામડાઓ છે જ્યાં સરકારનો વિકાસ નથી પહોંચ્યો. માટે આજે પણ અનેક ગામડાઓ છે વિકાસ માટે ઝંખી રહ્યા છે. ત્યારે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં ગુજરાતના વિકાસ મોડલની વાસ્તવિક્તા દર્શાવવામાં આવી છે. સારા રસ્તા ન હોવાને કારણે બિમાર લોકોને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવા માટે ખાટલા અથવા તો લોકોને ઝોળી કરીને લઈ જવાય છે. 

અનંત પટેલે શેર કર્યો વીડિયો   

ગુજરાત એક એવું રાજ્ય જ્યાં વિકાસની પરિભાષા જ અલગ છે આપણે શહેરોની મોટી મોટી બિલ્ડિંગો બ્રિજએ બધુ જોઈને માની  લેતા હોઈએ છીએ કે ગુજરાતમાં ચારે તરફ વિકાસ જ વિકાસ છે. પરંતુ ગામડાથી અનેક એવા દ્રશ્યો સામે આવતા હોય છે જે આ વિકાસના દાવાને પોકળ સાબિત કરી દે છે. અનેક એવા દ્રશ્યો સામે આવતા હોય છે જેમાં સારા રસ્તા ન હોવાને કારણે લોકોનો જીવ પણ જતા હોય છે. અનેક વખત આવા સમાચારો સામે આવ્યા છે. ત્યારે વધુ એક આવો વીડિયો અનંત પટેલે શેર કર્યો છે.   


30 વર્ષના યુવાનનું રસ્તો ન હોવાને કારણે થયું મોત 

વાંસદા પાસે ના ખાટા આંબા ગામનો છે જ્યાં કોઈ રસ્તા જ નથી વિપુલભાઈ ધનગરે નામના વ્યક્તિ બીમાર હતા. એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં માટે એમ્બ્યુલન્સ મેઇન રસ્તા પર ઊભી હતી ત્યાં પહોંચવા માટે વિપુલભાઈને ઝોળી કરીને લઈ ગયા અને ત્યાં જ દોઢ કિલોમીટર અંતર કાપવામાં વિપુલ ભાઈનું મૃત્યુ થઈ ગયું. વીડિયો શેર કરતા તેમણે લખ્યું કે "આઝાદીના વર્ષો બાદ પણ ખાટાં આંબા ગામના મુખ્ય રસ્તાથી બાબુનીયા ફળિયામાં જવાનાં દોઠ કિલોમીટર ના અંતર માટે આજે પણ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી વારંવાર ગ્રામસભામાં લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવી હોય છતાં સુવિધા ઉપલબ્ધ નહીં કરવાં આવી જેનાં પરિણામ સ્વરૂપે બાબુનીયા ફળિયાનો ૩૦ વર્ષના આશાસ્પદ યુવાન વિપુલભાઈ ધનગરે જે બિમાર હતાં એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં માટે એમ્બ્યુલન્સ મુખ્ય રસ્તા પર આવી હતી પંરતુ ફળિયાંથી મુખ્ય રસ્તાનુ દોઠ કિલોમીટરનુ અંતર કાપતાં રસ્તામાં યુવાન મુત્યુ પામ્યા હતાં રસ્તો સારો બનેલ હોતે એમ્બ્યુલન્સ દર્દના ઘર સુધી પોહચી હોતો તે આજે આ આશાસ્પદ યુવાનને જીવ ગુમાવવાની નોબત નહીં આવી હોતે"



અનેક અંતરિયાળ વિસ્તારમાં આવી જ હોય છે પરિસ્થિતિ 

આ માત્ર આંબા ગામની હાલત નથી. આદિવાસી વિસ્તારોના અનેક છેવડાના ગામની આવી જ હાલત છે. છોટાઉદેપુરના તુરખેડા ગયા હતા ત્યાં પણ કંઈક આવી જ સ્તિથિ હતી. રસ્તા જ નહીં ગામ પણ છૂટા છવાયા એટલે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. થોડા સમય પહેલા જ એક એવો કિસ્સો સામે આવ્યો હતો કે છોટાઉદેપુરના એક ગામમાં મહિલા ગર્ભવતી હતી અને તેને હોસ્પિટલ પહોંચાડવા એમ્બુલન્સ આવી પણ મુખ્ય માર્ગ પેર અને મહિલાને જોડી કરીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવી પડી કયા સુધી આપણે આવા વીડિયો જોઈને દુખ વ્યક્ત કરતાં રહીશું. આપણે સમજવું પડશે કે વિકાસ એટલે માત્ર શહેરોનો વિકાસ નહીં વિકાસ એટલે જ્યારે છેવડાના માણસ સુધી સુવિધાઓ પહોંચે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે