Gir Somanathમા આરોગ્ય કેન્દ્રની કફોડી હાલત! દર્દીઓ થયા પરેશાન. બાંકડા પર થઈ રહી છે દર્દીની સારવાર!


  • Published By :
  • Published Date : 2024-09-12 16:37:07

સારૂં શિક્ષણ અને આરોગ્ય સારૂં મેળવવું એ નાગરિકોનો હક છે.. પરંતુ ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્ર હોય કે પછી આરોગ્ય બધે હાલત ખરાબ થતી જઈ રહી છે. એક તરફ આપણે વિકાસની ઘણી વાતો કરીએ છીએ પરંતુ વિકાસની એવી તસવીરો અવાર નવાર સામે આવતી હોય છે જે આ દાવાને, આ વાતોને પોકળ સાબિત કરી દે છે.. રોજ એવી તસવીરો સામે આવે છે કે જેમાં દેખાય છે કે સામાન્ય જીવન જરૂરી સુવિધા પણ છેવાડાના માનવી સુધી પહોંચી શકી નથી. ગીર સોમનાથથી સામે આવેલા દ્રશ્યોની આજે વાત કરવી છે. 

બાંકડા પર બેસી વ્યક્તિને ચઢાવવામાં આવી રહ્યો છે બાટલો!

રાજ્યમાં એક તરફ રોગચાળો વકર્યો છે તો બીજી તરફ આરોગ્ય વિભાગની પણ કડવી તસવીર સામે આવી છે. દર્દીઓને એટલી સારવાર નથી મળી રહી, બેડની સુવિધાઓ પણ નથી મળતી.. એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં એક માણસ બાંકડા પર બેઠો છે અને એને બાટલો ચઢાવવામાં આવી રહ્યો છે. જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે ગીર સોમનાથ જિલ્લાના તાલાળાનો છે. એટલું જ નહીં નર્સિંગ સ્ટાફ હોવા છતાં પટાવાળા બાટલા ચડાવતા હોવાનું સામે આવ્યું છે એટલે કઈ હદે તંત્ર ખાડે ગયું છે.



આરોગ્યની સાથે સાથે શિક્ષણ ક્ષેત્ર પણ ખાડામાં ગયું!

મહત્વનું છે કે આવી પરિસ્થિતિ માત્ર ગીર સોમનાથની નથી પરંતુ અનેક જગ્યાઓની છે.. આરોગ્ય ક્ષેત્રમાં પણ ધાંધીયા છે તેમ કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. ઉલ્લેખનિય છે કે અનેક જગ્યાઓ એવી છે જ્યાં રસ્તાઓ નથી.. શિક્ષણ ક્ષેત્રમાં પણ અનેક ખામીઓ છે.. રસ્તા ખરાબ હાલતમાં છે અને છત્તા આપણે કહીએ કે વિકાસ જોરદાર છે... ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવજો..       



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે