Budget પહેલા ગેસ સિલિન્ડરના ભાવમાં કરાયો વધારો, જાણો કેટલાનો કરાયો ભાવ વધારો?


  • Published By :
  • Published Date : 2024-02-01 10:37:40

સામાન્ય રીતે જ્યારે ચૂંટણી યોજાવાની હોય છે ત્યારે મોંઘવારીને કન્ટ્રોલ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ભાવ ઘટાડો જ્યારે કરવામાં આવે છે ત્યારે અમે લખતા હોઈએ છીએ કે ઈલેક્શન ઈફેટ.. એટલે કે ચૂંટણી નજીક આવી રહી છે એટલે ગેસના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે વગેરે વગેરે... સામાન્ય માણસને લગતી વસ્તુઓને સસ્તી કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે પરંતુ આ વખતે ચૂંટણી પહેલા ગેસ સિલિન્ડરના ભાવમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 14 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 



કયા શહેરમાં કયા ભાવે મળશે ગેસ સિલિન્ડર?  

એક તરફ આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરવાના છે. એવું લાગતું હતું કે મોંઘવારીમાંથી આંશિક રાહત મળશે પરંતુ બજેટના દિવસે જ રાંઘણ ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. 19 કિલોના ગેસ સિલિન્ડરના ભાવમાં 14 રૂપિયાનો ભાવ વધારો એક સાથે ઝીંકાયો છે. એકસાથે 14 રૂપિયાનો વધારો કરવામાં આવતા મોંઘવારીનો ફટકો પડ્યો છે. નવી કિંમતની જાહેરાત બાદ મુંબઈમાં એલપીજી સિલિન્ડરની કિંમત 15 રૂપિયા પ્રતિ સિલિન્ડર વધીને 1723.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે. જ્યારે દિલ્હીમાં એલપીજી સિલિન્ડરની કિંમત 14 રૂપિયા વધીને 1769.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે. તે જ સમયે, કોલકાતામાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત 18 રૂપિયા વધીને 1887 રૂપિયા થઈ ગઈ છે. ચેન્નાઈમાં એલપીજી સિલિન્ડરની કિંમત 12.50 રૂપિયા વધીને 1937 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે.



ઘરેલું ગેસ સિલિન્ડરમાં નથી કરવામાં આવ્યો ફેરફાર!

મહત્વનું છે કે સામાન્ય માણસના ખિસ્સા પર આ ભાવ વધારાની અસર નહીં જોવા મળે. ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં નથી વધારો કરવામાં આવ્યો. 14 કિલોના ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. ઘરેલું રાંઘણ ગેસ સિલિન્ડરના કિંમતો સ્થિર રાખવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે ગમે ત્યારે આ ભાવમાં વધારો જોવા મળી શકે છે.  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે