પ્રધાનમંત્રી 15 હજાર કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 13:40:13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાલે ગુજરાતના બે દિવસના પ્રવાસે આવશે. આ પ્રવાસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 હજાર 600 કરોડ રૂપિયાના વિકાસકાર્યોની યોજનાઓનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે. આ સિવાય પ્રધાનમંત્રી જૂનાગઢમાં 580 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે. 


પ્રધાનમંત્રી રાજકોટને આપશે ભેટ

ગુજરાતની સમુદ્રી સીમાથી લાગેલા હાઈવેમાં સુધાર કામો અને સડકોની કામગીરી કરવા માટેના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે. આ યોજનાના પહેલા ચરણમાં 13 જિલ્લામાં 270 કિલોમીટરના હાઈવેની કામગીરી કરવામાં આવશે. પ્રધાનમંત્રી રાજકોટમાં 5,860 કરોડ રૂપિયાની યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. 


ડિફેન્સ એક્સપોનું ઉદ્ઘાટન થશે

પ્રધાનમંત્રી ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપો-2022નું ઉદ્ઘાટન કરશે. આ વખતે ડિફેન્સ એક્સપોની થીમ 'ગૌરવપથ' છે. ડિફેન્સ એક્ઝિબિશનમાં એક્સ્પોમાં ઈન્ડિયા પેવેલિયન અને દસ રાજ્યોના પેવેલિયન હશે.



દેશને આ વખતના પહેલા સાંસદ મળી ગયા છે અને એ પણ બિનહરીફ સાંસદ... સુરતમાં જે આખો ઘટનાક્રમ થયો તે તો આપણે જાણીએ છીએ.. આ વખતની ચૂંટણીમાં જાણે કોંગ્રેસને રસ જ નથી તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી...

થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના પૂર્વ નેતાઓ ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથીરિયાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. એવી ચર્ચાઓ થવા લાગી હતી કે તેઓ ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. ત્યારે એવા સમાચાર સામે આવ્યા કે તેઓ થોડા સમયની અંદર કેસરિયો ધારણ કરી શકે છે...

નશો કરવાની આદત અનેક લોકોને હોય છે. ખબર હોય છે કે નશો કરવાથી તેમની જીંદગી ટૂંકી જાય છે તો પણ અનેક લોકો નશો કરતા હોય છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે નશો ના કરવો જોઈએ તેને સમર્પિત એક રચના..

ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓ વાણી વિલાસ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે એક વિવાદ શાંત નથી થયો ત્યારે ભાજપના વધુ એક નેતા દ્વારા બફાટ કરવામાં આવ્યો છે. ભૂપત ભાયાણીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.