Electionના પરિણામ પહેલા જનતાને મળી ભાવ વધારાની ભેટ! અમૂલ ગોલ્ડમાં પ્રતિ લિટરે કરાયો 2 રૂપિયાનો વધારો. આને ભાવ વધારાનું ટ્રેલર ગણવું?


  • Published By :
  • Published Date : 2024-06-03 10:55:55

જ્યાં સુધી ચૂંટણીનું પરિણામ ના આવે ત્યાં સુધી સામાન્ય રીતે એવી આશા હોય છે કે મોંઘવારીથી આંશિક રાહત મળશે.. આપણામાંથી અનેક લોકોને એવું લાગે છે કે, કદાચ માનતા પણ હશે કે ચૂંટણીના પરિણામ આવ્યા પછી મોંઘવારીનો માર સહન કરવો પડશે.. અનેક લોકો ચર્ચા પણ કરતા હશે કે પરિણામ આવ્યા બાદ ગેસ સિલિન્ડરના ભાવ વધી શકે છે, પેટ્રોલ ડિઝલના ભાવમાં પણ તોતિંગ વધારો થશે.. આ બધા વચ્ચે એક્ઝિટ પોલના બીજા જ દિવસે મધ્યમ પરિવારને મોંઘવારીનો ઝટકો પડ્યો છે.. અમૂલ દૂધમાં પ્રતિ લીટરે 2 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે.. આ ભાવ વધારાનો અમલ આજથી થઈ ગયો છે... 


ચૂંટણીમાં આ મુદ્દાઓ ઓછા ઉઠ્યા!

લોકસભા ચૂંટણીની સભાઓમાં અનેક મુદ્દાઓ ઉઠ્યા.. અનેક નિવેદનો રાજનેતાઓ દ્વારા એવા આપવામાં આવ્યા જેને કારણે આપણને થાય કે સાવ આવું તો ના બોલાય..! રાજનેતાઓ દ્વારા શું નિવેદનો આપવામાં આવ્યા તેની ચર્ચા નથી કરવી પરંતુ મોંઘવારીનો મુદ્દો જેટલો ઉઠવો જોઈતો હતો તે ના ઉઠ્યો.. મોંઘવારીની ચર્ચા જેટલી થવી જોઈએ તેટલી થઈ નહીં..સામાન્ય અને મધ્યમ પરિવારને સૌથી વધારે જો કોઈ મુદ્દો અસર કરતો હોય તો તે મોંઘવારીનો મુદ્દો છે, બેરજોગારીનો મુદ્દો છે પરંતુ આ વખતની ચૂંટણીમાં જાણે આવા મુદ્દાઓ ભૂલાઈ જ ગયા હોય તેવું લાગે..


શું ભાવ વધારા માટે રહેવું પડશે તૈયાર? 

પ્રતિદિન વપરાતી વસ્તુઓમાં કરવામાં આવતો એક બે રૂપિયાનો ભાવ વધારો ગૃહિણીના બજેટને ખોરવી દેતો હોય છે.. ચૂંટણીના પરિણામ આવ્યા બાદ મોંઘવારીનો માર સહન કરવા માટે કદાચ અનેક લોકો તૈયાર પણ હશે પરંતુ ચૂંટણીનું પરિણામ આવે તેની પહેલા જ મોંઘવારીનો એક મોટો ઝટકો મધ્યમ પરિવારને પડ્યો છે.. અમૂલ દૂધમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો ભાવ ઝીંકાયો છે.. 



દૂધના ભાવ વધતા ખોરવાયું ગૃહિણીનું બજેટ! 

ના માત્ર અમૂલ ગોલ્ડમાં પરંતુ અમૂલ શક્તિ, અમૂલ ટી સ્પેશિયલ દૂધના ભાવ પણ વધ્યા છે.. હવે અમૂલ ગોલ્ડ લીટરનો ભાવ 64 રૂપિયાથી વધી 66 રૂપિયા થશે...મોંઘવારી સાતમે આસમાને પહોંચી ગઈ છે જેને કારણે ગૃહિણીને ટેન્શન થઈ ગયું છે કે ઘર કેવી રીતે ચલાવવું તે?  ત્યારે આ ભાવ વધારા પણ તમારું શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવો.. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે