વરસાદે ખેડૂતોને રડાવ્યા! પાક નુકસાનીને લઈ ધારાસભ્યોએ લખ્યો પત્ર, સરકાર ક્યારે કરશે સહાય?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-10-18 13:48:31

વરસાદની પ્રતિક્ષા જગતના તાતને સૌથી વધારે હોય છે.. પરંતુ તે વરસાદ જ્યારે વધારે આવે તો? ગુજરાતમાં પડેલા વરસાદને કારણે અતિવૃષ્ટિ થઈ છે... અતિવૃષ્ટિ થવાને કારણે સૌથી વધારે નુકસાન ભોગવવાનો વારો ખેડૂતોને આવ્યો છે.. ખેડૂતોને વરસાદને કારણે ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.. જગતના તાતની સ્થિતિ દિન પ્રતિદિન ખરાબ થઈ રહી છે.. સરકાર ક્યારે સહાયની જાહેરાત કરે તેની પ્રતિક્ષા કરી રહ્યા છે.. આ બધા વચ્ચે ખેડૂતો માટે થઈ ભાજપના ધારાસભ્યો કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખી રહ્યા છે. 

ભાજપના ધારાસભ્યોએ લખ્યો પત્ર

ધારાસભ્યને જન પ્રતિનિધી કહેવામાં આવે છે.. ત્યારે ખેડૂતોને થયેલા નુકસાનને લઈ અમરેલીના ધારાસભ્ય મહેશ કસવાલાએ કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખ્યો છે... સાવરકુંડલા તાલુકામાં વરસાદને કારણે પાકને નુકસાન થયું છે.. ત્યારે સરકાર દ્વારા નુકસાનીનો જલ્દી સર્વે કરવામાં આવે અને સહાય ચૂકવવામાં આવે તેવી માગ કરી છે... ઉપરાંત લીલો દુષ્કાળ પણ જાહેર કરવામાં આવે તેવો ઉલ્લેખ તેમણે તેમના પત્રમાં કર્યો છે..તે સિવાય ભાજપના જે.વી.કાકડિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.. મહત્વનું છે કે નવરાત્રીના સમયે પણ આવેલા વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે..


જગતના તાતનું ક્યારે સાંભળશે સરકાર? 

મહત્વનું છે કે લીલા દુષ્કાળને કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે.. મહેનતથી ઉભો કરેલો પાક જ્યારે નિષ્ફળ જાય છે ત્યારે તેમને રડવાનો વારો આવે છે.. ભારતનો મોટા ભાગનું અર્થતંત્ર ખેતી પર નભેલું છે.. ત્યારે જોવું રહ્યું કે સરકાર ક્યારે સર્વે કરાવે છે અને ક્યારે સરકાર પૈસા આપે છે તે જોવું રહ્યું..        



રાજકોટના ભોજપરા વિસ્તારમાં ચંદ્રમૌલેશ્વર મંદિરમાં ધર્મેન્દ્રસિંહ ઝાલા નામના 47 વર્ષિય વ્યક્તિએ જાતે છરી વડે પોતાનું ગળુ કાપીને કમળપૂજા કરવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે તેને સૌથી પહેલા ગોંડલ અને પછી રાજકોટની સિવિલ હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો

આજે બનાસકાંઠાના વાવ વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી મતદાન ચાલી રહ્યું છે... ગેનીબેન ઠાકોરે, ભાજપના ઉમેદવારે મતદાન કર્યું છે...

કડીના બોરીસણા ગામમાં હેલ્થ કેમ્પ યોજ્યો હતો અને પરિવારજનનની જાણ કર્યા વગર દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી તેવી વાત પરિવારજનો દ્વારા કરવામાં આવી રહી છે..

વાવ બેઠક માટે પ્રચારનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે.. ત્યારે પ્રચાર દરમિયાન સી.જે.ચાવડાને ગેનીબેન ઠાકોર મળ્યા હતા અને તેમને ગુલાબ આપ્યું હતું...