જતા જતા વરસાદ Gujaratને ઘમરોળશે! આ વિસ્તારોમાં આવી શકે છે ભારેથી અતિભારે વરસાદ, હવામાન વિભાગ અને Paresh Goswamiની શું કહે છે આગાહી?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-09-24 13:14:25

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે.. અસહ્ય ગરમી અને ઉકળાટને કારણે લોકો પરેશાન થઈ ગયા છે. થોડા દિવસો માટે વરસાદે વિરામ લીધો હતો પરંતુ ફરીથી વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળવાની છે.. ચોમાસાના વિદાયની શરૂઆત ધીરે ધીરે શરૂ થઈ ગઈ છે પરંતુ જતી વખતે ચોમાસું ભુક્કા બોલાવશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા તેમજ હવામાન નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી રહી છે.... બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં વરસાદી માહોલ ફરી જામશે.. આવનાર દિવસોમાં અનેક જિલ્લાઓ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે..


આ તારીખો દરમિયાન અહીંયા વરસાદ વરસી શકે છે

વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો અનેક વિસ્તારો માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.. સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી તેમજ દમણ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આજ માટે એટલે કે 24 તારીખ માટે... 25 તારીખ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો સુરત, તાપી, ડાંગ, નવસારી માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 26 તારીખ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, સુરત, ભરૂચ, નર્મદા, તાપી માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે નવસારી, વલસાડ. દમણ, દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 


આ વિસ્તારો માટે આપવામાં આવ્યું યલો એલર્ટ!

27 તારીખ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો અમદાવાદ, બોટાદ, આણંદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ,તાપી, દમણ તેમજ દાદરા નગર હવેલી નમાટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  28 તારીખ માટે આપવામાં આવેલી આગાહીની વાત કરીએ તો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, આણંદ,ખેડા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે..


શું કહે છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી?

ના માત્ર હવામાન વિભાગે પરંતુ હવામાન નિષ્ણાત દ્વારા પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમને કારણે ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ આવવાની શક્યતા છે. વરસાદના નવા રાઉન્ડની શક્યતા છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર ગુજરાતમાં 24થી 30 સપ્ટેમ્બર વચ્ચે વરસાદનો એક રાઉન્ડ જોવા મળશે. આ દરમિયાન સામાન્યથી મધ્યમ અને એક-બે જગ્યાએ ભારે વરસાદ જોવા મળશે. 26 તારીખ બાદ  ગુજરાતના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. 


અતિભારે વરસાદ વરસવાની કરી આગાહી

વધુમાં તેમણે જણાવ્યું કે ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, સુરત, વલસાડ, વાપી, બારડોલી, બિલીમોરા, ડાંગ, આહ્વા સહિતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં ત્રણથી લઇને 4-5 ઇંચ સુધીના વરસાદ પડી શકે છે. આનાથી પણ વધારે વરસાદ અનેક સ્થળો પર પડી શકે છે. મહત્વનું છે કે આ વર્ષનું ચોમાસું થોડું લાંબુ માનવામાં આવ્યું હતું.. ત્યારે તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો.. 

  



મંજીલ સુધી પહોંચવાની ચાહના લોકોને હોય છે.. ક્યાંક પહોંચવાની દોડમાં લોકો વ્યસ્ત થઈ રહ્યા છે પરંતુ ક્યાં પહોંચવું છે તેની ખબર નથી હોતી. જ્યારે આપણે ખોટા રસ્તા પર જઈએ છીએ. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે

દાહોદની ઘટનામાંથી કે સુરેન્દ્રનગરમાં બાળકી પર દુષ્કર્મની ઘટનામાંથી આપણે બહાર નથી આવ્યા ત્યાં ફરી એકવાર વડોદરામાં આ પ્રકારની ઘટના બની છે... વિકૃત માનસિકતા ધરાવનાર અપરાધીઓ નાની બાળકીઓને પણ નથી છોડતા... ગરબા રમવા ગયેલી સગીરા પર દુષ્કર્મ થયું હોય તેવી માહિતી સામે આવી છે.

થોડા દિવસ પહેલા તુરખેડાથી એક વીડિયો સામે આવ્યો હતો જેમાં મહિલાને ઝોળી કરીને લઈ જવા લોકો મજબૂર બન્યા હતા... રસ્તાના અભાવે બાળકે પોતાની માતાને ગુમાવી છે.. આ ઘટનાની નોંધ હાઈકોર્ટે લીધી છે અને સુઓમોટો દાખલ કરી છે.. સરકારને તીખા સવાલો કર્યા છે અને જવાબ આપવા માટે કહ્યું છે....

નવરાત્રીના બીજા નોરતે માતા દુર્ગાના બીજા સ્વરૂપની એવા માતા બ્રહ્મચારીણીની આરાધના કરવામાં આવે છે. માતાજી શ્વેત વસ્ત્રો ધારણ કરનારા દેવી છે... બ્રહ્મચારિણી માતા ભક્તોને મનોવાંચ્છિત ફળ આપનારા છે.