Gujaratના અનેક વિસ્તારોમાં ફાફડા-જલેબી બનાવતા વેપારીઓને ત્યાં આરોગ્ય અને ફૂડ વિભાગના દરોડા, આટલા દિવસો બાદ આવે છે રિપોર્ટ!


  • Published By :
  • Published Date : 2023-10-23 16:35:07

થોડા દિવસો બાદ દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. દિવાળી સમયે લોકો બહારથી ખાણીપીણીની વસ્તુઓ લાવતા હોય છે. તે પહેલા આવતી કાલે દશેરાનો પર્વ છે. દશેરાના દિવસે ફાફડા-જલેબી ખાવાનો રિવાજ આપણે ત્યાં છે. દશેરાના દિવસે જ્યાં સુધી ફાફડા જલેબી ન ખઈએ ત્યાં સુધી તહેવારની ઉજવણી અધૂરી હોય તેવું લાગે. ત્યારે દશેરા પહેલા અનેક જગ્યાઓ પર આરોગ્ય તેમજ ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવે છે. ફાફડા જલેબી બનાવવા વાળી દુકાનો પર ચેકિંગ કરવામાં આવે છે અને ખાદ્યપદાર્થનો નમુનો લેવામાં આવે છે. 

સુરતમાં દશેરાના ફાફડા જલેબી વેચાય તે પહેલા આરોગ્ય વિભાગના દરોડા | health  department raids ahead of sale of dussehra fafda jalebis in surat


તહેવાર દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા કરાય છે ચેકિંગ 

દશેરાની ઉજવણી ફાફડા જલેબી ખાઈને લોકો કરતા હોય છે. દશેરાના દિવસે કરોડોના ફાફડા જલેબી લોકો ખાતા હોય છે. પરંતુ તેહવાર નજીક આવતા અથવા તો તહેવારના દિવસો દરમિયાન લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોય છે. ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરવામાં આવતી હોય છે. એવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે જે શરીર માટે નુકસાનકારક હોય. ત્યારે દશેરા નજીક આવતા અલગ અલગ જગ્યાઓથી સેમ્પલ લેવામાં આવે છે તે જોવા કે જે વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે આરોગ્ય માટે હાનીકારક તો નથી ને. આ વખતે પણ ખાદ્યપદાર્થોના નમુના લેવામાં આવ્યા તે સારૂં કહેવાય પરંતુ તેનો રિપોર્ટ તહેવાર પૂર્ણ થયાના અનેક દિવસો બાદ આવશે. 

સુરતમાં દશેરાના ફાફડા જલેબી વેચાય તે પહેલા આરોગ્ય વિભાગના દરોડા | health  department raids ahead of sale of dussehra fafda jalebis in surat

સુરતમાં આરોગ્ય વિભાગની ટીમે પાડ્યા ફરસાણની દુકાનો પર દરોડા!

થોડા દિવસો પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોરર્પોરેશન દ્વારા ફાફડા-જલેબી બનાવતી દુકાનો પર ચેકિંગ હાથ ધરાયું હતું.સુરત ખાતે પણ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, અલગ અલગ ટીમો બનાવી ફરસાણ બનાવતી દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા હતા.  તે ઉપરાંત રાજ્યના વિવિધ વિસ્તારોમાં આવા તહેવારના સમયે ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવે છે. જો રિપોર્ટમાં ફૂડ સેમ્પલ ફેઈલ જાય તો બાદ તે દુકાનદાર વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.     

Now In Dussehra You Will Have To Eat Fafda-jalebi Expensively, Know How  Much The Price Has Increased? | હવે દશેરામાં ફાફડા-જલેબી ખાવા પડશે મોંઘા,  જાણો ભાવમાં કેટલો ઝીંકાયો વધારો?

ટેસ્ટિંગ માટે લેબમાં મોકલવામાં આવે છે ખાદ્યપદાર્થ

 ફાફડા બનાવવામાં કઈ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે, જે ખાદ્યપદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે તે માટે શરીર માટે હાનિકારક નથી તે જાણવા માટે ચેકિંગ કરવામાં આવે છે. જે તેલમાં વારંવાર ફાફડા બનાવવામાં આવે છે તે તેલની ગુણવત્તા કેવી છે તેનું નિરિક્ષણ કરવામાં આવ્યું હતું. ખાસ મશીન દ્વારા તેલનું  ટોટલ  પોલાર કાઉન્ટ ચેક કરવામાં આવ્યા હતા. મશીન દ્વારા બતાવવામાં આવે છે કે તેલ સારૂ છે કે ખરાબ પરંતુ જલેબી બનાવવામાં વપરાતું ઘી સારી ક્વોલિટીનું છે કે નહીં તે જાણવા લેબોરેટરી ટેસ્ટ માટે મોકલવું પડે છે. 


અનેક દિવસો બાદ ટેસ્ટિંગ અંગેનો આવે છે રિપોર્ટ 

ફાફડા જલેબીના સેમ્પલો લઈ તપાસ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવે છે અને રિપોર્ટની રાહ જોવાય છે કારણ કે એ રિપોર્ટ અંદાજીત અઠવાડિયા અથવા તો 15 દિવસ બાદ આવે છે. ત્યારે પ્રશ્ન એ થાય કે જ્યાં સુધી રિપોર્ટ આવે છે ત્યાં સુધી તો ફાફડા જલેબી લોકોએ ખાઈ પણ લીધા હોય છે. મહત્વનું છે કે અંબાજીમાં ભાદરવી પૂનમે આપવામાં આવેલા પ્રસાદ વખતે પણ આવું જ થયું હતું. લાખો ભક્તોએ પ્રસાદનો લાભ લીધો તે બાદ રિપોર્ટ આવ્યો જેમાં ઘીના સેમ્પલ ફેઈલ થયા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ત્યારે આ વખતે આવું જ કંઈ થઈ શકે છે તેવું લાગી રહ્યું છે...! 




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી