વિશ્વ અસમાનતા લેબના રિપોર્ટે દાવો કર્યો ભારતમાં વધી આર્થિક અસમાનતા! દેશની 40 ટકા સંપત્તિ 1 ટકા અમીરોની પાસે...! જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-03-22 18:47:11

આપણે અનેક વખત કહેતા હોઈએ છીએ કે ગરીબ વધારે ગરીબ બનતો જઈ રહ્યો છે અને અમીર વધારે અમીર બની રહ્યો છે...! આર્થિક અસમાનતા દેશમાં સતત વધતી જઈ રહી છે. ભારત દેશના અર્થતંત્રની  વાત કરીએ તો દેશની 40 ટકા સંપત્તિ પર 1 ટકા અમીરોનો કબજો છે. એટલે કે રાષ્ટ્રીય સંપત્તિના 40 ટકા દેશના એક ટકા અમીરો પાસે છે. આ અમે નથી કહી રહ્યા આવો દાવો એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે જે અર્થશાસ્ત્રીઓ નીતિન કુમાર તિવા, લુકાસ ચાન્સેલ, થોમસ પિકેટી અને અનમોલ સોમાંચી દ્વારા કરવામાં આવ્યો છે. 



દેશની 40 ટકા સંપત્તિ માત્ર એક 1 ટકા લોકો પાસે!

ભારતના અર્થતંત્રને આપણે ઉંચાઈ પર પહોંચાડવાની વાતો કરી રહ્યા છીએ. ભારતને વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનાવવાની વાતો કરી રહ્યા છીએ અને  રેસમાં આગળ પણ વધી રહ્યા છીએ પરંતુ આ બધામાં દેશમાં રહેતો ગરીબ પરિવાર ભૂલાઈ રહ્યો છે. દેશમાં અમીરો અને ગરીબોની વચ્ચે પડેલી અસમનતા ઘટવાને બદલે સતત વધી રહી છે. આ ખાઈ વધારેને વધારે ઉંડી થઈ રહી છે. આ વાત અમે એક રિપોર્ટના આધાર પર કરી રહ્યા છીએ. વર્લ્ડ ઈનઈક્વાલિટી લૈબનો એક રિપોર્ટ આવ્યો છે જે ચોંકાવનારો છે. દેશની 40 ટકા જેટલી સંપત્તિ 1 ટકા અમીરો પાસે છે. 40 ટકા સંપત્તિ માત્ર એક ટકા લોકો પાસે હોવાને કારણે આર્થિક અસમાનતા વધી ગઈ છે. પહેલાના સમયમાં પણ આ અસમાનતા હતી પરંતુ આ હદ સુધી ન હતી. 


ભારતના અમીરોએ તોડ્યો રેકોર્ડ! 

જે વાત અહીં કરવામાં આવી રહી છે તે અંગેનો દાવો વર્લ્ડ ઈનઈક્વાલિટી લૈબ દ્વારા કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતના સૌથી અમીર એક 1 ટકામાં આવતા લોકોની આવકમાં ભાગીદારી 22.6 ટકા છે. આ આંકડો 1922 પછીનો સૌથી મોટો આંકડો છે. જ્યારે દેશના 50 ટકા લોકો માત્ર 15 ટકાની જ ભાગીદારી ભજવે છે. ભારતના અમીરોએ વિશ્વના વિકસીત મનાતા દેશોને પણ પાછળ છોડી દીધા છે. ભારતના ધનિક લોકોએ અમેરિકા સહિત વિકસીત દેશોના ધનિકોને પાછળ છોડી દીધા છે. ભારતમાં હાલ જોવા મળી રહેલી અસમાનતા અંગ્રેજોના સમય કરતા પણ વધારે છે.   



એક સમય હતો જ્યારે અમીરો અને ગરીબો વચ્ચેનો તફાવત ઘટ્યો હતો પરંતુ... 

આ અંગે ડિટેલમાં વાત કરીએ તો ભારતમાં આવક અને સંપત્તિની અસમાનતા વધતી ગઈ છે. 1922-2023: ધ રાઇઝ ઓફ ધ બિલિયોનેર રાજના શીર્ષક હેઠળના વિશ્વ અસમાનતા લેબના અહેવાલ મુજબ  ભારતમાં આઝાદી પછી, 1980 ના દાયકાની શરૂઆત સુધી અમીર અને ગરીબ વચ્ચે આવક અને સંપત્તિના તફાવતમાં ઘટાડો થયો હતો, પરંતુ 2000 ના દાયકામાં તે વધી ગયો. રિપોર્ટ અનુસાર, આવકની અસમાનતા 2014-15 અને 2022-23 વચ્ચે સૌથી ઝડપથી વધી છે. 



 સરકાર દ્વારા લાવવમાં આવતી નીતિનો ફાયદો માત્ર અમીરોને થાય છે!

ભારતમાં ફેલાયેલી અસમાનતાને કારણે આ આંકડો ઘટવાની બદલીમાં વધી રહ્યો છે. અનેક કારણોને આની પાછળ જવાબદાર માનવામાં આવી રહ્યા છે. રિપોર્ટમાં એવો દાવો પણ કરવામાં આવ્યો કે દેશમાં થયેલા આર્થિક સુધારાને કારણે અને ઉદારીકરણથી સૌથી વધારે ફાયદો દેશના અમીરોને થયો છે. જ્યારે આ નીતિનો લાભ મધ્યમ અને ગરીબ લોકોને નથી થયો. આર્થિક અસમાનતા ના માત્ર ભારતમાં પરંતુ વિશ્વના અનેક દેશો આનો સામનો કરી રહ્યા છે. દેશોની વાત કરીએ તો દક્ષિણ આફ્રિકા, બ્રાજીલ અને અમેરિકામાં વધારે જોવા મળી રહ્યો છે. 


રિપોર્ટમાં શું કરાયો છે દાવો? 

રાષ્ટ્રીય સંપત્તિમાં જ નહીં પરંતુ રાષ્ટ્રની આવકમાં પણ આ ખાડો વધારે છે. ભારતમાં અમીર અને ગરીબ વચ્ચેની ખાઈ સૌથી વધારે છે. રિપોર્ટમાં એવો દાવો પણ કરવામાં આવ્યો કે 2014-2015થી લઈ 2022-2023 વચ્ચે આવકમાં અસમાનતા વધારે જોવા મળી છે. આ સમયગાળા દરમિયાન અસમાનતા સૌથી વધારે વધી છે. આની પાછળ ટેક્શેશન સિસ્ટમને જવાબદાર રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે. રિપોર્ટ પ્રમાણે વધારે પૈસા કમાતા લોકો પોતાની આવક પ્રમાણે ટેક્સ નથી ભરી રહ્યા જેને કારણે આ અસમાનતા જોવા મળી રહી છે. 


એક તરફ અરબોપતિની આવક આસમાનને આંબી રહી છે તો... 

સામાન્ય લોકોને ફાયદો થાય તે માટે અમીરોએ આરોગ્ય, શિક્ષણ અને પોષણ જેવી બાબતોમાં રોકાણ વધારવું જોઈએ. એવી પણ ભલામણ કરવામાં આવી કે ધનિક પરિવારો પર ટેક્સ લગાવવો જોઈએ. વિત્ત વર્ષ 2023ના આધાર પર 167 દેશના સૌથી વધારે ધનીક પરિવાર પર જો 2 ટકા સુપર ટેક્સ લગાવવામાં આવે તો કુલ આયમાં 0.5 ટકા વધારો થઈ શકે છે. બીજા એક રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ભારતના અમીરોની આવકમાં પ્રતિવર્ષ વધારો જોવા મળી રહ્યો છે.  એક તરફ દેશના અરબોપતિની આવક આસમાનને આંબી રહી છે તો બીજી તરફ દેશના કરોડો લોકો ગરીબી રેખાની નીચે જીવી રહ્યા છે. 


અમીર વધારે અમીર બનતો રહે અને ગરીબ વધારે ગરીબ.. 

ઉલ્લેખનિય છે કે જો આ આર્થિક અસમાનતાને રોકવાનો પ્રયત્ન હમણાંથી નહીં કરવામાં આવે તો આવનાર વર્ષોમાં આ અસમાનતા વધારે વધી જશે એટલે અમીર લોકો વધારે અમીર બનતા જશે અને ગરીબ લોકો વધારે ગરીબ બનતા જશે...    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.