યુવાનો પર વધ્યો Heart Attackનો ખતરો! આટલા લોકોના થયા મોત જાણો ક્યાંથી સામે આવ્યા સમાચાર?


  • Published By :
  • Published Date : 2023-12-08 14:02:54

હાર્ટ એટેકને કારણે અનેક લોકોના મોત થયા છે. પ્રતિદિન એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં નાની ઉંમરે લોકો મોતને ભેટી રહ્યા છે. કોરોના બાદ તો આવા સમાચાર રોજે આવી રહ્યા છે કે આટલી ઉંમરના યુવાનને હાર્ટ એટેક આવ્યો અને મોતને ભેટ્યો. ત્યારે આજે પણ બે જેટલા લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયું છે તેવી માહિતી સામે આવી છે. એક કિસ્સો રાજકોટથી સામે આવ્યો છે જ્યારે બીજો એક કિસ્સો મોરબીથી સામે આવ્યો છે. તે ઉપરાંત હાર્ટ એટેકના કિસ્સા કપડવંજ તેમજ સુરતથી પણ સામે આવ્યા છે. 

Heart Attack ના સંકેત પહેલા જ મળી જાય છે, શ્વાસની તકલીફ, થાક, ગભરાહટ જેવા  લક્ષણો ના કરો ઇગ્નોર | Health News in Gujarati

(પ્રતિકાત્મક તસવીર)

બે જગ્યાઓ પરથી સામે આવ્યા હાર્ટ એટેકના કિસ્સા 

એક સમય હતો કે કોરોનાને કારણે લોકોના મોત થતા હતા ત્યારે હવે હાર્ટ એટેક હાહાકાર મચાવી રહ્યો છે. યુવાનો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. નાની ઉંમરના લોકોને હાર્ટ એટેક આવી રહ્યો છે ઉપરાંત શાળામાં ભણતા બાળકો પણ હૃદય હુમલાના શિકાર બની રહ્યા છે. રાજ્યમાં તેમજ દેશમાં અનેક લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. આજે પણ હાર્ટ એટેકને કારણે અનેક યુવાનોના મોત થયા છે. એક કિસ્સો રાજકોટથી તો બીજો કિસ્સો મોરબીથી સામે આવ્યો છે. 


નાની ઉંમરના લોકો બની રહ્યા છે હાર્ટ એટેકનો શિકાર 

મળતી માહિતી અનુસાર રાજકોટમાં મસાલાના વેપારીનું મોત હાર્ટ એટેકને કારણે થયા છે. જે યુવકનું મોત થયું છે તેમનું નામ હિમાંશુ રાઠોડ છે અને તેમની ઉંમર 39 છે. મોરબીમાં બનેલી ઘટનાની વાત કરીએ તો યુપીના રામ સિધારે નામના વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો છે. ફેક્ટરીમાં કામ કરી રહ્યા હતા તે દરમિયાન તેમની છાતીમાં દુખાવો થયો અને અચાનક ઢળી પડ્યા. તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા છે. કપડવંજમાં પણ હાર્ટ એટેકનો કિસ્સો સામે આવ્યો છે. સફાઈ કામદાર 31 વર્ષીય રાહુલ સોલંકીનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે.  

More than 2400 teachers of schools and colleges of Surat district were  given CPR training | સુરત જિલ્લાના શાળા-કોલેજના 2400થી વધુ શિક્ષકોને  સીપીઆરની તાલીમ અપાઈ - Divya Bhaskar

શિક્ષકોને આપવામાં આવી રહી છે સીપીઆરની ટ્રેનિંગ 

સુરતમાં પણ હાર્ટ એટેકનો કિસ્સો બન્યો છે. બે લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. સુરતના સૈયદપુરામાં હીરાની ઓફિસમાં કામ કરતા 25 વર્ષીય યુવક અચાનક બેભાન થઇ ગયો, હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ તેમનું મોત થઈ ગયું હતું. તો બીજી ઘટના હજીરાના મોરાગામમાં પણ એક મોત હાર્ટ એટેકને કારણે થયું છે. ઘરે ખુરશીમાં બેઠા હતા ત્યારે તે  અચાનક ઢળી પડ્યા અને મોતને ભેટ્યા. હાર્ટ એટેકને કારણે તેમનું મોત થયું હોય તેવી આશંકા સેવાઈ રહી છે. મહત્વનું છે કે વિદ્યાર્થીઓમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને જોતા શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. 

A young man died of a heart attack while working as a labourer in Morbi રાજ્યમાં નાની વયે હાર્ટ એટેકથી વધુ એક મોત, મોરબીમાં શ્રમિક યુવાનનો ગયો જીવ



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે