27 વર્ષ બાદ બની રહી છે Border-2ની સિક્વલ, Sunny Deolએ આપી જાણકારી, આ રીતે કરી ફિલ્મની announcement, જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-13 13:38:15

સંદેશે આતે હેં, હમે તડપાતે હેં.... આ સોન્ગ તો તમે સાંભળ્યું જ હશે. દેશભક્તિના સોન્ગ જ્યારે યાદ આવે છે ત્યારે આ ગીત મોખરે હોય છે.. આ ગીત જે ફિલ્મનું છે તેની સિક્વલ 27 વર્ષ પછી આવી રહી છે.. જી હા, સની દેઓલ દ્વારા આની જાહેરાત કરવામાં આવી છે.. આતુરતાથી ફેન્સ આ announcementની રાહ જોઈ રહ્યા હતા.. ત્યારે આજે સની દેઓલ દ્વારા આની જાહેરાત કરાઈ છે જેને કારણે ફેન્સમાં ખુશી છવાઈ ગઈ છે...

27 વર્ષ બાદ આવી રહી છે બોર્ડર ફિલ્મની સિક્વલ 

13 જૂને સની દેઓલની ફિલ્મ બોર્ડરને 27 વર્ષ પૂર્ણ થઈ ગયા છે... 1997માં આ ફિલ્મ આવી હતી અને જનતાનો પ્રેમ આ ફિલ્મને મળ્યો હતો. થોડા સમય પહેલા એવી ચર્ચા થઈ રહી હતી કે ગદ્દર ફિલ્મની સિક્વલ આવશે, તે બાદ ચર્ચા થઈ કે બોર્ડર ફિલ્મની સિક્વલ આવશે અને આજે આ અટકળો પર પૂર્ણ વિરામ લાગી ગયો છે. સની દેઓલ દ્વારા announcement કરવામાં આવી છે બોર્ડર 2 ફિલ્મની.. સોશિયલ મીડિયા પર સની દેઓલે એક વીડિયો શેર કરી આની માહિતી આપી હતી.. ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, જેપી દત્તા અને નિધિ દત્તા  'બોર્ડર 2'નું નિર્માણ કરવાના છે. જ્યારે  અનુરાગ સિંહ ડિરેક્શનની જવાબદારી સંભાળી રહ્યા છે.. 



વીડિયો શેર કર્યો જેમાં... 

ફિલ્મ મેકર્સ દ્વારા વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં સની દેઓલનો અવાજ સંભળાય છે જેમાં તે કહી રહ્યા છે કે "27 વર્ષ પહેલા એક સૈનિકે વચન આપ્યું હતું કે તે પાછો આવશે, તે વચનને પૂર્ણ કરવા માટે, તે ફરી આવી રહ્યો છે..." બેકગ્રાઉન્ડમાં સોનું નિગમનો અવાજ સંભળાઈ રહ્યો છે જેમાં તે સંદેશે આતે હેં ગીત ગાતા સંભળાઈ રહ્યા છે. આ ફિલ્મની કહાણી શું હશે, સની દેઓલની સાથે કોણ હશે તેની જાણકારી સામે આવી નથી.. ત્યારે આ વિષય પર તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..  



સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે મરીઝ સાહેબની રચના કિનારે કિનારે..

અમદાવાદથી નકલી જજ ઝડપાયા છે... ના માત્ર જજ પરંતુ નકલી કોર્ટ ઝડપાઈ છે... વાત સાંભળીને નવાઈ લાગીને કેવી રીતે આવું બને પરંતુ આવું બન્યું છે.... નકલી જજ અને નકલી કોર્ટ ઝડપાઈ છે...

22-23 ઓક્ટોબરે રશિયામાં યોજાનાાર 16માં બ્રિક્સ સંમેલનમાં સંભવતઃ પ્રધાનમંત્રી મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ સાથે મુલાકાત થઈ શકે છે.. પણ એ પહેલા ભારત-ચીન સરહદ વિવાદને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે..

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. અનેક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે...